કચ્છ: મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ બાંહેધરી મનરેગા દ્વારા ગ્રામ્યજનોને લધુતમ રોજગારી મળી રહે તે માટે નાણાંકીય વર્ષમાં ઓછામાં ઓછા 100 દિવસની રોજગારી આપવાનો આ યોજનાનો ઉદેશ છે. જે પૈકી કચ્છ જિલ્લામાં લોકડાઉન હોવાથી લોકોને રોજગારીની ખૂબ જ જરૂરિયાત છે. તેવામાં મનરેગા યોજના અંતર્ગત કચ્છ જિલ્લામાં 123 ગ્રામ પંચાયતોમાં 176 કામો ચાલુ કરવામાં આવ્યા છે.
કચ્છ : 123 ગ્રામ પંચાયતોમાં મનરેગાના 176 કામો ચાલુ, 12,524 શ્રમિકોને મળી રોજગારી આ હાથ ધરેલા કામોમાં તળાવ ઉંડા ઉતારવા, નવા તળાવો બનાવવા, વનિકરણ વિગેરે કામો ચાલુ કરવામાં આવ્યા છે. જેમાં 12,524 શ્રમિકો રોજગારી મેળવી રહ્યા છે. જેમાં કુલ રૂપિયા 15.39 લાખનું વેતન ચૂકવવામાં આવ્યું છે.
જિલ્લામાં તમામ ગ્રામ પંચાયતોમાં કામનું આયોજન કરવામાં આવ્યું છે. જે શ્રમિકોને રોજગારીની જરૂરિયાત હોય તે ગ્રામ પંચાયતનો સંપર્ક કરી રોજગારી મેળવી શકે છે. મનરેગા યોજના અંતર્ગત સુજલામ સુફલામ યોજનામાં 86 તળાવો ઉંડા ઉતારવાના કામો પણ હાથ ધરવામાં આવ્યા છે.
કચ્છ : 123 ગ્રામ પંચાયતોમાં મનરેગાના 176 કામો ચાલુ, 12,524 શ્રમિકોને મળી રોજગારી કોરોના મહામારી વચ્ચે ગાઈડલાઈન મુજબ સોસિયલ ડિસ્ટન્સીંગનું ચુસ્તપણે પાલન કરવામાં આવી રહ્યું છે અને તમામ શ્રમિકો માસ્ક પહેરી, સામાજિક અંતર જાળવી તથા સેનીટાઈઝર/હાથ ધોવા માટે સાબુ અને પાણીની વ્યવસ્થા કરીને કામો શરૂ કરવામાં આવ્યા છે અને સમયાંતરે શ્રમિકોનું ચેકઅપ પણ કરવામાં આવી રહ્યું છે.