કચ્છ: અષાઢી બીજના દિવસે કચ્છના રાજવી પરિવારે ભુજ ખાતે આવેલા રાજમહેલના ટીલામેડી ખાતે પૂજન કરીને કચ્છી નવા વર્ષની ઉજવણી કરી હતી.
કચ્છી નવા વર્ષે રાજવી પરિવારે કર્યું પૂજન, મહારાવ પ્રાગમલજી ત્રીજાએ કચ્છી બંધુઓને પાઠવી શુભેચ્છા - મહારાવ પ્રાગમલજી ત્રીજા
અષાઢી બીજના દિવસે કચ્છના રાજવી પરિવારે ભુજ ખાતે આવેલા રાજમહેલના ટીલામેડી ખાતે પૂજન કરીને કચ્છી નવા વર્ષની ઉજવણી કરી હતી. આ પૂજા દરમિયાન રાજવી પરિવારે કોરોના મહામારીમાંથી તમામ લોકોને બહાર લાવવા માતાજીને પ્રાથના કરી હતી.
કોરોના મહામારી વચ્ચે આ પૂજનમાં રાજવી પરિવારે કચ્છ અને સમગ્ર વિશ્વ મહામારીમાંથી બહાર આવે અને માતાજી આગામી વર્ષમાં સુખમય જીવન આપે તેવી પ્રાર્થના કરી હતી. રાજવી પરિવાર વતી દેવપર ઠાકોર કુર્તાથ સિંહએ આ પૂજન કર્યું હતું. જેમાં કચ્છના રાજવી મહારાવ પ્રાગમલજી ત્રીજા, મહારાણી પ્રીતિ દેવી સાયબા અને પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
આ દરમિયાન મહારાવ પ્રાગમલજી ત્રીજાએ સમગ્ર કચ્છી વાસીઓ અને દેશવાસીઓને નવા વર્ષની શુભકામના પાઠવી હતી અને માતાજીના આશીર્વાદથી કોરોનાની મહામારીમાંથી તમામ લોકો બહાર આવે તેવી પ્રાર્થના કરી હતી. આ પૂજન ભુજમાં આવેલા માઁ આશાપુરાના મંદિર ખાતે કરવામાં આવી હતી, ત્યાં રાજવી પરિવારના સભ્યોએ માતાજીના દર્શન કર્યાં હતા.