- ભૂજમાં જૈન સમાજે શરૂ કર્યું જૈનમ કોવિડ કેર સેન્ટર
- કોવિડ કેર સેન્ટરમાં 50 બેડની કરવામાં આવી વ્યવસ્થા
- દર્દીઓને સારવાર, ભોજન સહિતની સુવિધા નિઃશુલ્ક અપાશે
કચ્છઃ ભૂજના આરટીઓ ખાતે આવેલા વાગડ બે ચોવીસી સંકુલમાં કોવિડ કેર સેન્ટર ઉભુ કરાયું છે. સપ્તાહ પૂર્વે આગેવાનોને કોવિડ કેર સેન્ટર શરૂ કરવા અંગેનો વિચાર આવ્યો હતો, જે અનુસંધાને ગૃપ દ્વારા આર્થિક સહયોગ આપી સપ્તાહના ટૂંકા ગાળામાં કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. હાલ અહીં ઓક્સિજન સાથેની 50 બેડની સુવિધા ઉપલબ્ધ છે, જેમાંથી હાલ 27 બેડ કાર્યરત કરવામાં આવ્યા છે. દાખલ થનારા દર્દીને સારવાર, ભોજન સહિતની સેવાઓ નિઃશુલ્ક આપવામાં આવશે.
દાતાઓ દ્વારા એમ્બ્યુલન્સ પણ આપવામાં આવી આ પણ વાંચો-મારૂ ગામ કોરોના મુક્ત: વડોદરાનું મોટા ફોફડીયા ગામમાં કોવિડ સેન્ટર શરૂ કરવામાં આવ્યું સમાજના વિવિધ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા
દર્દીઓને સારવાર, ભોજન સહિતની સુવિધા નિઃશુલ્ક અપાશે માધાપર જૈન સમાજ સંચાલિત અને નવકાર ગૃપના સંપુર્ણ આર્થિક સહયોગથી વીબીસી સંકુલ ખાતે જૈનમ કોવિડ કેર સેન્ટર શરૂ કરાયું છે. કોવિડ કેર સેન્ટર રાજ્ય પ્રધાન વાસણ આહીર, સાંસદ વિનોદ ચાવડા, ધારાસભ્યો, જૈન સમાજના આગેવાનો દાતાઓ અને સરકારી અધિકારીઓની હાજરી વચ્ચે ખૂલ્લુ મુકવામાં આવ્યું હતું.
આ પણ વાંચો-ગેબી ફળી ખાનકાહ ધંધુકા ખાતે સાર્વજનિક કોવિડ સેન્ટરનો પ્રારંભ
દાતાઓ દ્વારા એમ્બ્યુલન્સ પણ આપવામાં આવી
આ કોવિડ કેર સેન્ટરમાં ભોજન, મેડિકલ, ઓક્સિજન સહિતની સેવાઓ નિઃશુલ્ક આપવામાં આવશે. ખાસ તો સાધુ-સંતો કોરોનાગ્રસ્ત બને તો તેમની સારવાર માટે અલાયદી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. તો દાતા હરિભાઈ ધનાભાઈ માતા દ્વારા તેરા તુજકો અર્પણ સંસ્થાને એમ્બ્યુલન્સ પણ આપવામાં આવી હતી.
કોવિડ કેર સેન્ટરમાં 50 બેડની કરવામાં આવી વ્યવસ્થા એકોર્ડ હોસ્પિટલની ટીમ કરી રહી છે સેવા મેડિકલ સારવાર માટે એકોર્ડ હોસ્પિટલની ટીમ સેવારત રહેશે. સંચાલન ઈન્સ્યોરન્સના દિવ્યેશભાઈ અને ટીમ દ્વારા કરાશે. વીબીસી સંકુલ આપવા બદલ વાગડ બે ચોવીસી સ્થાનકવાસી યુવક મંડળ સંઘનો પણ આભાર મનાયો હતો.
આ કોવિડ સેન્ટરથી જરૂરિયાતમંદોને મદદ મળશેઃ વાસણ આહીર
રાજ્યપ્રધાન વાસણ આહીરે જણાવ્યું હતું કે, આ કોવિડ કેર સેન્ટરમાં નિ:શુલ્ક સેવા આપવામાં આવશે, જેથી જરૂરિયાતમંદ લોકોને લાભ મળશે.
ગુરુવારથી કોવિડ કેર સેન્ટર શરૂ
કોવિડ કેર સેન્ટરમાં ઓક્સિજનની પાઈપલાઈનો પાથરી દેવામાં આવી છે. આ સાથે જ 50 બેડની સુવિધા છે. અહીં દાખલ થનારા દર્દીઓને મેડિકલ સારવાર, ભોજન સુવિધા, ઓક્સિજનની સારવાર નિઃશુલ્ક આપવામાં આવશે. ગુરુવારે બપોરે 3 વાગ્યાથી દર્દીઓને દાખલ કરી ઓપીડી કાર્યરત કરવામાં આવશે.