ગુજરાત

gujarat

ETV Bharat / state

ભુજમાં કે.કે.પટેલ સુપર સ્પેશિયાલીટી હોસ્પિટલ ખાતે નરનારાયણદેવ કેથલેબનું લોકાર્પણ કરવામાં આવ્યું - Bhuj Swaminarayan Temple

ભુજમાં 200 કરોડની કિંમતે નિર્માણ પામેલી કે.કે. પટેલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ (Patel Super Specialty Hospital) ખાતે અત્યાધુનિક નરનારાયણદેવ કેથલેબનું લોકાર્પણ કરાયું છે. આ સમયે સ્વામીનારાયણ સંપ્રદાયના સંતો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

ભુજમાં કે.કે.પટેલ સુપર સ્પેશિયાલીટી હોસ્પિટલ ખાતે નરનારાયણદેવ કેથલેબનું લોકાર્પણ કરવામાં આવ્યું
ભુજમાં કે.કે.પટેલ સુપર સ્પેશિયાલીટી હોસ્પિટલ ખાતે નરનારાયણદેવ કેથલેબનું લોકાર્પણ કરવામાં આવ્યું

By

Published : Oct 19, 2022, 5:02 PM IST

ભુજમાં200 કરોડની કિંમતે નિર્માણ પામેલી કે.કે. પટેલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ (Patel Super Specialty Hospital) ખાતે અત્યાધુનિક નરનારાયણદેવ કેથલેબનું લોકાર્પણકરવામાં આવ્યું હતું. જેમાં સ્વામીનારાયણ સંપ્રદાયના સંતોબહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સંતોએ કે.કે. પટેલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ માનવસેવાનું જે ભગીરથ કાર્ય કરી રહી છે તેની સરાહના કરી હતી.

નરનારાયણદેવ કેથલેબનું લોકાર્પણ કરવામાં આવ્યું

નામકરણ કરાયુંમહંત સ્વામીએ સમાજના કાર્યોમાં વધુ સાથ-સહકાર આપવાની ભાવના વ્યક્ત કરી કચ્છ સત્સંગના શિર્ષ પુરુષ ભુજ મંદિર મહંત પુરાણી ધર્મનંદનદાસજી સ્વામીએ કે.કે.પટેલ હોસ્પિટલમાં મંદિરે દાન આપેલી પાંચ કરોડની કિંમતની અત્યાધુનિક કેથલેબને લોકસેવામાં સમર્પિત કરી હતી. આ વિભાગનું `નરનારાયણ દેવ કેથલેબ' નામકરણ કરાયું હતું. મહંત સ્વામીએ ભુજ સમાજના કાર્યોમાં વધુ સાથ-સહકાર આપવાની ભાવના વ્યક્ત કરી હતી. લોકાર્પણ સમારોહમાં પટેલ ચોવીસીના દરેક ગામના સ્વામીનારાયણ મંદિરો, કચ્છી લેવા પટેલ સમાજ, લેવા પટેલ સમાજ મહિલા સંગઠન જાગૃતિમંચ, કચ્છી લેવા પટેલ યુવક મંડળના ચાર-ચાર પ્રતિધિનિઓને આમંત્રિત કરાયા હતા.

રોગોની સારવારમાં વધારો હોસ્પિટલને સારવારના નવા આધુનિક સાધનોથી સજ્જ કરવાનું કામ ઝડપભેર ચાલી રહ્યું છે. હોસ્પિટલના ટ્રસ્ટી કેશરાભાઇ પિંડોરિયાએ જણાવ્યું હતું કે હોસ્પિટલ શરૂ થયા બાદ કોરોના કાળમાં લોકડાઉનના કારણે હોસ્પિટલ માટે જરૂરી અમુક આધુનિક સારવાર સાધનો લાવવામાં વિલંબ થયો હતો. હવે સ્થિતિ સામાન્ય થયા બાદ હોસ્પિટલને સારવારના નવા આધુનિક સાધનોથી સજ્જ કરવાનું કામ ઝડપભેર ચાલી રહ્યું છે. ત્યારે કે.કે. પટેલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં ગંભીર પ્રકારના રોગોની સારવારમાં વધારો થશે.

વિવિધ રોગોનું નિદાન સચોટ રીતે થઈ શકશે કચ્છી લેવા પટેલ એજ્યુકેશન અને મેડિકલ ટ્રસ્ટ સંચાલિત કે.કે. પટેલ સુપર સ્પેશિયાલીટી હોસ્પિટલ ખાતે અત્યાધુનિક નરનારાયણદેવ કેથલેબ અંગે વિગતો આપતા હોસ્પિટલના ડો. પ્રદિપ નિંગરાડીયાએ જણાવ્યું હતું કે, ભુજ સ્વામિનારાયણ મંદિર તરફથી મળેલા રૂપિયા. 5 કરોડના અનુદાનથી આ કેથલેબનું નિર્માણ કરાયું છે. આધુનિક સાધનોથી સજ્જ કેથલેબ કાર્યરત થતા હૃદયના વિવિધ રોગોનું નિદાન સચોટ રીતે થઈ શકશે, જેનો કચ્છભરના હૃદયરોગના દર્દીઓને લાભ મળશે.

ABOUT THE AUTHOR

...view details