કચ્છ: ઈટીવી ભારત સાથેની વાતચીતમાં ભૂજના પ્રાંત અધિકારી મનીષ ગુરવાણીએ જણાવ્યું હતું કે કચ્છનો ઓરેન્જ ઝોનમાં સમાવેશ છે. ત્યારે વિવિધ છુટછાટ સાથે બજારો શરૂ થઈ ગયા છે. આ સ્થિતીમાં જે નિયમો છે તેનું પાલન ખાસ જરૂરી છે.
ભૂજમાં જો આ 3 નિયમો ચુકયા તો પડશે મોંઘું, તંત્રએ બનાવી ટીમ... જાણો વિગતો
કચ્છના પાટનગર ભૂજમાં ઓરેન્જ ઝોનના અમલીકરણ અને છુટછાટ વચ્ચે નિયમોના પાલન માટે ભૂજમા નાયબ કલેકટર મનીષ ગુરવાણીએ જોઈન્ટ એન્ડફોર્સમેન્ટ ટીમનું ગઠન કર્યુ છે અને મુખ્ય ત્રણ મુદ્દાઓને ધ્યાનામાં રાખીને સમગ્ર ભૂજ વિસ્તારમાં સખ્ત રીતે તેનુ પાલન કરાવવા ઉપરાંત દંડનીય કાર્યવાહી હાથ ધરવાનું આયોજન કર્યુ છે.
ભૂજ શહેર વિસ્તાર માટે ટીમ બનાવાઈ છે. જેમાં નાયબ મામલતદાર, પોલીસના એએસઆઈ અને નગલપાલિકાનો સ્ટાફ સાથે રહેશે. સામાજિક અંતર, માસ્કનો ફરજિયાત ઉપયોગ અને જાહેરમાં થુંકવા બાબેત આ ટીમ કાર્યવાહી કરશે. પહેલાથી જ સુચના અને અનુરોધ કરાયો હોવાથી તંત્ર કડકાઈ સાથે દંડનીય કાર્યવાહી કરશે.
કચ્છમાં અત્યાj સુધી સ્થાનિક છ અને અન્ય રાજયનો એક મળીને કુલ સાત પોઝિટિવ કેસ નોંધાયા છે જેમાંથી એકનું મોત થયું છે. આ સ્થિતીમાં હવે કોઈ કચાસ ન રહી જાય તે જરૂરી છે. ત્યારે ભૂજ સહિત કચ્છમાં તંત્રના નિયમો અને માર્ગદર્શનની અમલીકરણમાં કડક હાથે કામ લેવાનું મન બનાવી લીધું છે.