ગુજરાત

gujarat

ETV Bharat / state

ભૂજની 114 ઉંચી ઈમારતોમાં આગ લાગે તો ફાયર સ્ટેશન વામણું પુરવાર થાય, જુઓ વિશેષ અહેવાલ - bhuj Fire

અમદાવાદની આગકાંડની ઘટના બાદ સમગ્ર રાજયમાં  ફાયર સેફટીના મુદ્દે ફરી એકવાર મુદ્દો ગરમ બન્યો છે. કચ્છના પાટનગર ભૂજ ખાતે આવી કોઈ ઘટના બને તો ફાયર સ્ટેશન કેટલું કાબિલ છે, તે ચકાસવાનો પ્રયાસ કરતા ઈટીવી ભારતને જાણવા મળ્યુ કે, ભૂજમાં જો કોઈ પણ મકાનના ત્રીજા માળે આગ લાગે તો ભૂજ ફાયર વિભાગ માત્ર જુગાડ કરી મદદ કરી શકે છે, કારણ કે તેમની પાસે અગ્નિ સામક સાધનો જ નથી. જ્યારે ખુદ ફાયરના જવાનો પાસે ફાયર ફાયટિંગ સમયે પહેરવા માટે ચોકકસ પ્રકારનો ગણવેશ પણ નથી, પણ અધિકારીઓની દરખાસ્ત અને નોટીસની કામગીરી કરીને પોતાની જવાબદારી નિભાવ્યાનો સંતોષ માની રહ્યા છે.

ભૂજની 114 ઉંચી ઈમારતોમાં આગ લાગે તો ફાયર સ્ટેશન વામણું પુરવાર થાય, જુઓ વિશેષ અહેવાલ
ભૂજની 114 ઉંચી ઈમારતોમાં આગ લાગે તો ફાયર સ્ટેશન વામણું પુરવાર થાય, જુઓ વિશેષ અહેવાલ

By

Published : Aug 7, 2020, 8:22 PM IST

ભૂજઃ શહેરના આરટીઓ સર્કલ નજીક નગરપાલિકા સંચાલિક આધુનિક કહેવાતા ફાયર સ્ટેશનની મુલાકાત સમયે ઈટીવી ભારત સાથે વાતચીત કરતા ફાયર ઓફિસર અનિલ માલીએ જણાવ્યુ કે, અમદાવાની આગની ઘટના બાદ ભૂજમાં જયાં જરૂર જણાઈ છે તેમને ફાયર સેફટીની નિયમો પાલન માટે નોટીસ આપવાની કામગીરી ચાલી રહી છે. ભૂજમાં અત્યાર સુધીમાં કુલ પાંચ ઈમારતોને નોટીસ આપવામાં આવી છે. જયારે જે ઈમારતોમાં સુવિધા છે પણ તેમને ફાયર વિભાગનો એનઓસી રિન્યું નથી કરાવ્યુ તે પણ જાણ કરવામાં આવી છે.

ભૂજની 114 ઉંચી ઈમારતોમાં આગ લાગે તો ફાયર સ્ટેશન વામણું પુરવાર થાય, જુઓ વિશેષ અહેવાલ
ભૂજમાં 114 જેટલી ઈમારતો છે જે બે માળથી વધુ ઉંચી છે. જેમાં આગજનીના આવા કોઈ બનાવ સમયે ફાયર ફાઇટર પાસે સુવિધા છે કે કેમ તે સવાલ સામે આ અધિકારીએ દરખાસ્ત કરી દીધી છે અને સરકારમાંથી આ માટેના સાધનો ચોક્કસ ફાળવાશે તેમ જણાવ્યુ હતું. જોકે આ જવાબ એ બાબતની સાબિતી છે કે સુરતની ઘટના બાદ જયા ઈમારતોને નોટીસ આપનારા ફાયર વિભાગ પાસે વધુ ઉંચાઈ પહોચવાની સક્ષમતા પણ નથી.
ભૂજની 114 ઉંચી ઈમારતોમાં આગ લાગે તો ફાયર સ્ટેશન વામણું પુરવાર થાય, જુઓ વિશેષ અહેવાલ

બીજી તરફ ભૂજમાં આવેલી સિવિલ હોસપિટલનું સંચાલન અદાણી સમુહ દ્વારા થાય છે. જયા ફાયર ઓફિસરની ખાસ નિમણુક કરાયેલી છે. ભૂજના ફાયર વિભાગે અમદાવાદની ઘટના બાદ આ હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને જરૂરી સુચનો આપ્યા હતા. ભૂજના ફાયર વિભાગે સુરતની આગની ઘટના બાદ નોટીસ આપ્યા પછી 47 લોકોમાંથી 20 લોકોએ એનઓસી આપી છે, પણ હજુ 27 હોસ્પિટલમાં આ સુવિધા માટે કોઈ જ પગલા લેવાયા નથી. એક વર્ષ બાદ અમદાવાદની ઘટના બાદ વધુ એક વખથ નોટીસ અપાઈ રહી છે. જેને સીધો અર્થ થાય છે કે કચ્છમાં ફાયર વિભાગની આ કામગીરી યોગ્ય નથી. નોટીસ આપીને કામગીરી કર્યાના સંતોષ માની લેવા કરતા જવાબદારો નિયમોના અમલીકરણની દિશામાં નક્કર કામગીરી કરવી જોઈએ તે જરૂરી છે.

ABOUT THE AUTHOR

...view details