ગુજરાત

gujarat

ETV Bharat / state

કંડલા પોર્ટની ઐતિહાસિક સિદ્ધિ, કર્યું 100 MMT કાર્ગોનું હેન્ડલિંગ - kutch

કંડલાઃ કચ્છ જિલ્લામાં આવેલા દેશના નંબર વન મહાબંદરગાહ પંડિત દિનદયાલ કંડલા પોર્ટે વર્તમાન નાણાંકીય વર્ષમાં 31 માર્ચ સુધીમાં 115 મિલિયન મેટ્રિક ટન (MMT) કાર્ગો હેન્ડલ કરવાના નિર્ધારિત કરેલાં લક્ષ્યાંક સામે 100 MMT કાર્ગો હેન્ડલિંગની સિદ્ધિને વધુ એકવાર હાંસલ કરી લક્ષ્યાંક તરફ આગેકૂચ કરી છે.

સ્પોટ ફોટો

By

Published : Feb 18, 2019, 9:21 PM IST

ડીપીટી પોર્ટના ઈન્ચાર્જ ડેપ્યુટી ચેરમેન બિમલકુમાર ઝાએ જણાવ્યું કે, 2007-2008થી કંડલા પોર્ટ દેશના તમામ મહાબંદરગાહોમાં પ્રથમ ક્રમે છે. શનિવારે 100 MMT કાર્ગો હેન્ડલ કરી તેમને 115 MMT કાર્ગો હેન્ડલિંગના ધ્યેય તરફ આગેકૂચ કરી છે. 100 MMT કાર્ગો હેન્ડલિંગમાં ક્રુડ, ફર્ટિલાઈઝર, અનાજ, કેમિકલ્સ સહિતના લિક્વિડ, બલ્ક અને બ્રેક બલ્ક કાર્ગોનો સમાવેશ થાય છે. તેમણે જણાવ્યું કે, ગત વર્ષે આ સમયગાળામાં તેમને 95.8 MMT કાર્ગો હેન્ડલ કર્યો હતો. જેની તુલનાએ આ વર્ષે પોર્ટે 4%ના ગ્રોથ સાથે આ માઈલસ્ટોન પાર કર્યો છે.

ઉલ્લેખનીય છે કે, 31-3-2016નાં રોજ કંડલા પોર્ટે 100 MMT કાર્ગો હેન્ડલિંગની પહેલીવાર ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી હતી. વૈશ્વિક મંદી, ખાનગી બંદરો સાથેની ગળાકાપ સ્પર્ધા સહિતના વિપરીત પરિબળો વચ્ચે સરકારી બંદરે હાંસલ કરેલી આ સિદ્ધિએ પોર્ટના કર્મચારીઓમાં નવો ઉત્સાહ ભરી દીધો છે.

ABOUT THE AUTHOR

...view details