કચ્છ BSFના DIG સહિતના ઉચ્ચધિકારીઓ સરહદ પર છે અને તેમના દ્વારા સતત પેટ્રોલિંગ સાથે સુરક્ષાની તમામ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. બીજી તરફ કચ્છ બોર્ડર રેંજના IG ધર્મેન્દ્રસિંહ વાઘેલા આ આંતરિક સુરક્ષા માટે કચ્છ બનાસકાંઠા અને પાટણમાં ખાસ સૂચના સાથે પેટ્રોલિંગ અને સંદિગ્ધ સ્થળોની તાપસના આદેશ આપ્યા છે.પોલીસ દ્વારા વાહન ચકાસણી સાથે નાઈટ પેટ્રોલિંગમાં પણ વધારો કરવામાં આવ્યો છે.
કચ્છ બોર્ડર પર હાઈ એલર્ટ જાહેર કરાયું, આંતરિક અને સરહદી સુરક્ષામાં વધારો - સ્વતંત્રતા દિવસ
કચ્છ: 15મી ઓગસ્ટની ઉજવણીને લઈ આપવામાં આવેલા હાઈ એલર્ટને પગલે સરહદી વિસ્તાર કચ્છમાં પણ સુરક્ષા વધારવામાં આવી છે. બોર્ડર પર BSF અને આંતરિક સુરક્ષા માટે પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે.
કચ્છ બોર્ડર પર હાઈ એલર્ટ જાહેર કરાયું
કચ્છ સરહદે કાર્યરત તમામ સુરક્ષા અજેન્સીનું કોર સંકલન ગ્રુપ એક્ટિવટ કરી દેવાયું છે. દરિયાઈ સુરક્ષા માટે માછીમારોને સજાગ રહેવા અને છેવાડાના ગામોમાં સ્થાનિક લોકો સાથે સંકલન વધારી દેવાયું છે.