ગુજરાત

gujarat

ETV Bharat / state

Heat wave in Gujarat: રાજ્યના 7 શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીથી પણ વધારે, જાણો તમારા શહેરનું તાપમાન

ગુજરાત રાજ્યમાં ગરમીનું મોજું વધુ ગરમાયું છે. ગુજરાતના 7 શહેરોમાં 40 સેલ્સિયસથી પણ વધુ તાપમાન નોંધાયું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હજુ પણ ગરમ હવા ફૂંકાય તેવી પ્રબળ શક્યતા છે. તેથી હળવા કોટનના વસ્ત્રો(Cotton Clothes) પહેરવાની અને જો શક્ય હોય તો વધુમાં વધુ ઘરે જ રહેવાની ભલામણ કરવામાં આવે છે.

Heat wave in Gujarat: રાજ્યના 7 શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીથી પણ વધારે
Heat wave in Gujarat: રાજ્યના 7 શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીથી પણ વધારે

By

Published : Apr 6, 2022, 7:53 PM IST

કચ્છ: રાજ્યમાં આજે(બુધવારે) સૌથી વધુ તાપમાનનો પારો(highest temperature mercury) આસમાને પહોંચતા તાપમાનનો પારો 40 ડિગ્રીથી પણ વધારે ઉંચકાયો હતો. રાજ્યના રોજિંદા ગરમીના(Heat everyday) અનુભવને હીટ વેવની અસર થશે. રાજ્યના મુખ્ય શહેરોમાં તાપમાન(Temperatures in major cities ) 34થી 43 ડિગ્રીની વચ્ચે રહ્યું હતું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યના મહાનગરોમાં તાપમાન 34 ડિગ્રી સેલ્સિયસને વટાવી ગયું છે.

આ પણ વાંચો:સુરતમાં માર્ચ મહિનામાં તાપમાનનો પારો 40 ડિગ્રીએ પહોંચ્યો

ભારે તાપના કારણે બફારો અનુભવાશે -રાજ્યમાં ભારે તાપ લાગતા લોકો બપોરના સમયે ઘરેમાંથી બહાર નીકળવાનું નામ પણ નથી લઈ રહ્યા. આ ગરમીમાં શરીરમાં ઠંડક જાળવી રાખવા માટે શેરડી, નારિયેળ તથા લીંબુનો જ્યુસ પીતાં હોવા મળી રહ્યા છે. હજી પણ ગરમ પવનો ફૂંકાશે અને ચામડી દઝાડે તેવી ગરમી પડશે. આ કાળઝાળ ગરમીના પ્રકોપથી ભારે બફારો પણ અનુભવાશે. આ ગરમીના દિવસોમાં લોકોએ હળવા કોટનના વસ્ત્રો પહેરવા જરૂરી છે. આથી લોકો ગરમીમાં અનુભવાતી કાળઝાળ તપારામાં રાહત મેળવી શકે.

આ પણ વાંચો:વડોદરામાં બીજા દિવસે પણ તાપમાનનો પારો 41 ડિગ્રીને પાર

આવતીકાલે આ શહેરોમાં હિટવેવની અસર વર્તાશે - રાજ્યમાં આજે(બુધવારે) અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, જૂનાગઢ, બરોડા તેમજ કચ્છના પાટનગર ભુજ અને નલિયા ખાતે ગરમીનું અસર અન્ય શહેરોની સરખામણીએ ઓછી વર્તાશે. એટલું જ નહી પણ ગરમ પવનો ફૂંકાશે તેમજ લૂ પણ લાગશે. તેથી કરીને જો જરૂર ન જણાય તો ઘરથી બહાર નીકળવાનું ટાળવું જોઈએ.

ગુજરાતના શહેરોમાં મહતમ તાપમાન -રાજ્યમાં નોંધાયેલ મહતમ તપામાનના આંકડા મુજબ સૌથી વધારે મહતમ તાપમાન ભુજમાં(Maximum temperature in Bhuj) 42.8 ડિગ્રી, અને લઘુતમ તાપમાન સુરતમાં અનુભવ કરવામા આવેલું હતું.

ગુજરાતના શહેરોમાં ગરમાનો પારો ઉંચકાયો -

No. ગુજરાતના શહેરો તાપમાન (ડિગ્રીમાં)
1 અમદાવાદ 41.9
2 ગાંધીનગર 41.8
3 રાજકોટ 42.3
4 સુરત 34.8
5 ભાવનગર 38.0
6 જૂનાગઢ 40.3
7 બરોડા 40.6
8 નલિયા 40.0
9 ભુજ 42.8
10 કંડલા 39.5

ABOUT THE AUTHOR

...view details