ભૂજ: ગુજરાતના કચ્છમાં લખપત ગામ (lakhpat village in kutch) આવેલું છે. લોકવાયકા પ્રમાણે લખપતમાં લાખોનો વેપાર થતો હતો, જેથી તેનું નામ લખપત પડ્યું હતું. ગામ પરથી તેના તાલુકાનું નામ લખપત (history of lakhpat) પડ્યું છે. લખપત ભૂતકાળમાં ધમધમતુ અને જાહોજલાલી ધરાવતું વિકસીત બંદર હતું. સદી પૂર્વે આ બંદરેથી લાખો કારીની પત(આવક) થતી હતી, જેથી તેનું નામ લખપત પડ્યું હોવાની માન્યતા છે. લખપતમાં આજેય જૂની કસ્ટમ કચેરી (Old custom office in lakhpat) અને ભવ્ય ભૂતકાળ ધરાવતી ઈમારતો ઊભી છે.
પુરાતાત્વિક વિભાગ દ્વારા સંરક્ષિત સ્મારક જાહેર
લખપતમાં જોવા લાયક સ્થળોની યાદીમાં નાનું ઐતિહાસિક ગુરુદ્વારા છે. લખપત ગુરુદ્વારા સાહિબ (lakhpat gurudwara sahib) જે શીખો માટે પૂજાની પવિત્ર જગ્યા છે. એવું મનાય છે કે, હજ માટે મક્કાના રસ્તે ગુરુ નાનક (guru nanak mecca visit) અહીંયા આવ્યા હતા. આ ગુરુદ્વારામાં તેમના અવશેષ ખડાઉ(પગરખા) અને પાલખી છે. ઉદાસી સંપ્રદાયના લોકો (udasi community in lakhpat kutch) અહીંયા પૂજા કરે છે. ગુરુદ્વારાને રાજ્ય પુરાતાત્વિક વિભાગ (state archaeology department gujarat) દ્વારા સંરક્ષિત સ્મારક જાહેર કરાયેલું છે અને ભૂકંપ પછી તેના સ્મારકને જાળવીને ઊભુ કરવા માટે યૂનેસ્કોએ ઈનામ જીત્યુ હતું.
લખપત સિંધ સાથે જોડાયેલા વેપારનું સ્થાન
ઈતિહાસમાં લખપત એ ગુજરાતને સિંધ સાથે જોડવા માટે બહુ જ મહત્વનું વેપારી સ્થાન (lakhpat commercial location) રહ્યું છે. સિંધુ નદીના પાણીનો પ્રવાહ (sindhu river in kutch) લખપત થઈને પછી દેસાલપર ગુન્થલીમાં જતો હતો. લખપતની ફરતે શાનદાર કિલ્લો (lakhpat fort kutch) છે. આ કિલ્લાનું પુનઃનિર્માણ મુહમ્મદ દ્વારા 1801માં કરાયું હતું. આ કિલ્લો પાકિસ્તાનની સરહદ પાસે આવેલો છે. હાલ ત્યાં BSF ગાર્ડ તહેનાત હોય છે.