ગુજરાત

gujarat

ગુજરાતની જાણીતી પટેલ ટ્રાવેલ્સનો પરિવહન ક્ષેત્ર માંથી વિદાય લેવાનો નિર્ણય

ગુજરાતની જાણીતી પટેલ ટ્રાવેલ્સએ ભારતમાંથી ધંધો સંકેલી રહેવાનો નિર્ણય લીધો છે. દંડ ભરવા માટે જે તે રાજ્યમાં વાહન સાથે રૂબરૂ જવા જેવા નિયમોથી ઘણા સમયથી ટ્રાવેલ્સ ઉદ્યોગ ત્રસ્ત બન્યું છે. ત્યારે સરકારની આ નીતિઓથી કંટાળીને ગુજરાતની જાણીતી પટેલ ટ્રાવેલ્સએ ઉદ્યોગ જગતને અલવિદા કહેવાનું નક્કી કર્યું છે.

By

Published : Mar 21, 2021, 11:35 AM IST

Published : Mar 21, 2021, 11:35 AM IST

ગુજરાતની જાણીતી પટેલ ટ્રાવેલ્સનો પરિવહન ક્ષેત્ર માંથી વિદાય લેવાનો નિર્ણય
ગુજરાતની જાણીતી પટેલ ટ્રાવેલ્સનો પરિવહન ક્ષેત્ર માંથી વિદાય લેવાનો નિર્ણય

  • 35 વર્ષ જૂનો ધંધો સંકેલાશે
  • કોરોનાની ગાઈડલાઇનને લઈને ટ્રાવેલ્સ ઉદ્યોગ પર ગંભીર અસર પડી
  • સરકારની નીતિઓ થી કંટાળીને ટ્રાવેલ્સ ઉદ્યોગના માલિક થયા ત્રસ્ત

કચ્છ: ગુજરાત સરકારની નીતિઓને કારણે તથા કોરોનાની ગાઈડલાઇનને લઈને ટ્રાવેલ્સ ઉદ્યોગ પર ગંભીર અસર પડી રહી છે. ત્યારે ટ્રાવેલ્સ ઉદ્યોગના માલિકો ધંધામાંથી વિદાય લેવાનો નિર્ણય કરી રહ્યા છે.

સરકારની આ નીતિઓથી કંટાળીને લેવાયો નિર્ણય

ગુજરાતની જાણીતી પટેલ ટ્રાવેલ્સએ ભારતમાંથી ધંધો સંકેલી રહેવાનો નિર્ણય લીધો છે. દંડ ભરવા માટે જે તે રાજ્યમાં વાહન સાથે રૂબરૂ જવા જેવા નિયમોથી ઘણા સમયથી ટ્રાવેલ્સ ઉદ્યોગ ત્રસ્ત બન્યું છે. ત્યારે સરકારની આ નીતિઓથી કંટાળીને ગુજરાતની જાણીતી પટેલ ટ્રાવેલ્સએ ઉદ્યોગ જગતને અલવિદા કહેવાનું નક્કી કર્યું છે.

આ પણ વાંચો:મુંબઇમાં 10 માસ બાદ લોકલ ટ્રેનોનું પરિવહન શરુ

35 વર્ષ જૂનો ધંધો સંકેલાશે

પટેલ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સનું પરિવહન ક્ષેત્રમાં ગુજરાત અને દેશમાં મોટું નામ છે અને છેલ્લા 35 વર્ષથી ટ્રાવેલ્સમાં કાર્યરત છે. સરકારની નીતિઓને કારણે અને હાલમાં કોરોનાના લીધે ભારે નુકસાન થતું હોવાથી અંતે કંટાળીને પરિવહન ઉદ્યોગને અલવિદા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

અત્યાર સુધીમાં 50 બસો વેચી દેવાઈ

પટેલ ટ્રાવેલ્સ દ્વારા અત્યાર સુધીમાં ભારે નુકસાનના કારણે આશરે 50 જેટલી બસો વેચી દેવાઈ છે. આગામી 2022 સુધીમાં 250 જેટલી બસો વેંચીને ટ્રાવેલ્સ પરિવારના ધંધામાંથી વિદાય લેવામાં આવશે.

આ પણ વાંચો:આજથી ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ દ્વારા મહારાષ્ટ્ર માટે ST બસ સેવા શરૂ થશે

સરકાર પાસે અવાર-નવાર રજૂઆત છતાં પણ કોઈ ઉકેલ નહીં

પટેલ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના માલિક મેઘજીભાઈ પટેલ દ્વારા સરકારની નીતિઓને લઈને રાજ્ય અને કેન્દ્ર સરકારને વારંવાર રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ સરકાર દ્વારા કોઈ ચોક્કસ ઉકેલ હજુ સુધી આવ્યો ન હોવાથી સરકારી નીતિઓથી કંટાળીને ધંધો સંકેલી લેવાનો નિર્ણય કરાયો હતો. ઇન્સ્યોરન્સ, ટોલટેક્સ કે રોડ ટેક્સ સહિતના તમામ વેરાની ચૂકવણી પૂરી કરવામાં આવતી હતી. સરકારની અમુક નીતિઓ અને કાયદાઓથી પટેલ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના માલિક ત્રસ્ત થયા હતા અને અંતે કંટાળીને પરિવહન ક્ષેત્રમાંથી વિદાય લેવાનો નિર્ણય કર્યો હતો.

ABOUT THE AUTHOR

...view details