કચ્છ:સમગ્ર રાજ્યમાં ફરી હવામાનમાં પલટો (Gujarat Weather Update) આવ્યો છે. આજે રવિવારે રાજ્યમાં તાપમાનનો પારો પાછો નીચે સરક્યો છે અને સાથે જ ઠંડીનો ચમકારો પણ સવારના ભાગમાં જોવા મળ્યો છે. જ્યારે ભરબપોરે તો ઉનાળા જેવું વાતાવરણ સર્જાય રહ્યું છે. આથી, લોકોને ભારે ગરમીનો સામનો કરવો પડી રહ્યો છે. રાજ્યમાં મહત્તમ તાપમાન 32 થી 35 ડિગ્રી વચ્ચે નોંધાયું છે.
આ પણ વાંચો :રાજ્યમાં ઠંડીનો ચમકારો પૂર્ણતાના આરે, શું છે સ્થિતિ
સૌથી ઓછું તાપમાન નલિયામાં નોંધાયું
રાજ્યમાં આજે હવામાન વિભાગ (Meteorological Department Forecast) દ્વારા નોંધાયેલા લઘુત્તમ તાપમાનના આંકડા મુજબ રાજ્યમાં સૌથી ઓછું તાપમાન નલિયા ખાતે 11.0 ડિગ્રી નોંધાયું છે. આ ઉપરાંત, ગાંધીનગર ખાતે 11.8, ભુજ ખાતે 17.6 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે. વધુમાં મહાનગરોની વાત કરવામાં આવે તો, રાજકોટમાં 15.0, જૂનાગઢમાં 16.0, બરોડામાં 17.0, અમદાવાદ ખાતે 13.4 અને કંડલા ખાતે 18.1, ભાવનગરમાં 17.8 , સુરતમાં 18.4 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે.