ગુજરાત

gujarat

By

Published : Feb 19, 2022, 10:14 AM IST

ETV Bharat / state

Gujarat Weather Update : રાજ્યમાં ઠંડીનો ચમકારો પૂર્ણતાના આરે, જાણો આજનું તાપમાન

સમગ્ર રાજ્યના લઘુતમ તાપમાનમાં (Gujarat Weather Update) ફરી વધારો જોવા મળી રહ્યો છે. સાથે સાથે ઠંડીના પ્રમાણમાં ઘટાડો નોંધાયો છે. રાજ્યમાં જવે ઠંડીનો ચમકારો રહ્યો નથી અને જાણે હવે શિયાળાની અસર પૂર્ણ થવા આવી છે તેમ આજે સમગ્ર રાજ્યમાં સામાન્ય તાપમાન નોંધાયું છે.

Gujarat Weather Update
Gujarat Weather Update

કચ્છ:સમગ્ર રાજ્યમાં હવામાન વિભાગની આગાહી (Meteorological Department Forecast) મુજબ ફરી હવામાનમાં પલટો આવ્યો છે.આજે રાજ્યમાં તાપમાનનો (Gujarat Weather Update) પારો પાછો ઉપર ચઢ્યો છે અને સાથે જ ઠંડીનો ચમકારો પણ ઘટ્યો છે. તેવું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. રાજ્યમાં આજે લઘુતમ તાપમાન 13 ડિગ્રીથી 20 ડિગ્રી વચ્ચે નોંધાયું છે. જ્યારે મહત્તમ તાપમાન 32 થી 35 ડિગ્રી વચ્ચે નોંધાયું છે.

આ પણ વાંચો :રાજ્યમાં ઠંડીનો ચમકારો નહિવત્, રાજ્યમાં સામાન્ય તાપમાન નોંધાયું

સૌથી ઓછું તાપમાન નલિયામાં નોંધાયું

આજે રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા નોંધાયેલ લઘુતમ તપામાનાના આંકડા મુજબ રાજ્યમાં સૌથી ઓછું તાપમાન નલિયા ખાતે 13.5 ડિગ્રી નોંધાયું છે તો ગાંધીનગર ખાતે 16.8 ભુજ ખાતે 17.3 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે. જ્યારે રાજકોટમાં 16.3, જૂનાગઢમાં 17.0, બરોડામાં 17.4, અમદાવાદ ખાતે 17.8 અને કંડલા ખાતે 17.4, ભાવનગરમાં 19.0 , સુરતમાં 19.5 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે.

આ પણ વાંચો :વન્ય પ્રાણીઓને હાડ થીજવતી ઠંડીથી રક્ષણ આપવા માટે સુરત કોર્પોરેશન જાગ્યું

સૌથી વધારે મહત્તમ તાપમાન ભુજમાં નોંધાયું

રાજ્યમાં મહત્તમ તાપમાનના આંકડા મુજબ રાજ્યમાં સૌથી વધારે મહત્તમ તાપમાન કંડલા ખાતે 34.6 ડિગ્રી નોંધાયું છે. ગાંધીનગર ખાતે 32.0, નલિયામાં 32.5 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે. જ્યારે રાજકોટમાં 34.1, જૂનાગઢમાં 33.0, બરોડામાં 33.8 અમદાવાદ ખાતે 33.7 અને ભુજ ખાતે 33.7, ભાવનગરમાં 31.7, સુરતમાં 33.0 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે.

ગુજરાતના મહાનગરોમાં લઘુતમ તાપમાન (ડિગ્રી)

ક્રમ મહાનગરો લઘુતમ તાપમાન
1 અમદાવાદ 17.8
2 ગાંધીનગર 16.8
3 રાજકોટ 16.3
4 સુરત 19.5
5 ભાવનગર 19
6 જૂનાગઢ 17.0
7 બરોડા 17.4
8 નલિયા 13.5
9 ભુજ 17.3
10 કંડલા 17.4

ગુજરાતના મહાનગરોમાં મહત્તમ તાપમાન (ડિગ્રી)

ક્રમ મહાનગરો લઘુતમ તાપમાન
1 અમદાવાદ 33.7
2 ગાંધીનગર 32
3 રાજકોટ 34.1
4 સુરત 33.0
5 ભાવનગર 31.7
6 જૂનાગઢ 33
7 બરોડા 33.8
8 નલિયા 32.5
9 ભુજ 33.7
10 કંડલા 34.6

ABOUT THE AUTHOR

...view details