ગુજરાત

gujarat

ETV Bharat / state

Gujarat Weather Report : રાજ્યમાં ભીષણ ગરમી વચ્ચે વરસાદની આગાહી, જાણો આજનું તાપમાન - ગુજરાત મહતમ તાપમાન

રાજ્યના હવામાનમાં આગામી દિવસોમાં ભારે ફેરફાર થવાની (Gujarat Weather Report) શક્યતાઓ છે. હાલમાં પડી રહેલી ભીષણ ગરમીથી રાહત મળવાની શક્યતાઓ રહેલી છે. આજથી રાજ્યના હવામાનમાં પલટો આવશે. સૌરાષ્ટ્રના ભાગોમાં હવામાનમાં પલટો (Gujarat weather update) આવશે. સાથે જ આંધી-વંટોળ સાથે કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતાઓ પણ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાઈ છે.

Gujarat Weather Report : રાજ્યમાં ભીષણ ગરમી વચ્ચે વરસાદની આગાહી, જાણો આજનું તાપમાન
Gujarat Weather Report : રાજ્યમાં ભીષણ ગરમી વચ્ચે વરસાદની આગાહી, જાણો આજનું તાપમાન

By

Published : May 20, 2022, 1:47 PM IST

કચ્છ :હાલમાં રાજ્યના જિલ્લાઓમાં મહતમ તાપમાન (Gujarat Weather Report)41થી 43 ડિગ્રીની આસપાસ નોંધાઈ રહ્યું છે અને અસહ્ય ગરમી અને બફારાનો લોકો સામનો કરી રહ્યા છે. જો આગાહી મુજબ વરસાદ વરસે તો વાતાવરણમાં ઠંડક ફેલાય અને બફારો ઓછો થતા લોકોને રાહત મળશે. દક્ષિણ ગુજરાતનું તાપમાન 40 ડિગ્રીથી વધારે નોંધાઈ (Gujarat weather update) રહ્યું છે. આ વખતે રોહિણી તાપ અને મૃગશર વાયરો વાય તો સારું રહેશે તેવું હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું છે.

આ પણ વાંચો:તેલંગાણામાં કાળઝાળ ગરમીએ લીધો લોકોનો જીવ, છેલ્લા ચાર અઠવાડિયામાં આંકડો નોંધનીય

અરબસાગરમાં હળવું દબાણ ઉદ્ભવવાની શક્યતા: અરબસાગરમાં હળવું દબાણ ઉદ્ભવવાની શક્યતાઆ ઉપરાંત હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આગામી 24 મેથી 4 જૂન સુધી અરબસાગરમાં હળવું દબાણ ઉદ્ભવવાની શક્યતાઓ છે ત્યારે ગુજરાતના મધ્ય ભાગ, ઉત્તર ગુજરાત, પંચમહાલ, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતાઓ છે.

રાજ્યમાં નોંધાયેલ મહતમ તપામાનના આંકડા:રાજ્યના શહેરોમાં મહતમ તાપમાન 35થી 44 ડિગ્રી નોંધાયું હતું. રાજ્યમાં નોંધાયેલ મહતમ તપામાનના આંકડા મુજબ રાજ્યમાં સૌથી વધારે મહતમ તાપમાન અમદાવાદ ખાતે 43.5, ગાંધીનગર ખાતે 43.0 ડિગ્રી, રાજકોટ ખાતે 42.9, જૂનાગઢ ખાતે 42.8, ભુજ ખાતે 42.4, બરોડા ખાતે 41.8, ભાવનગર ખાતે 39.2, કંડલા ખાતે 37.7 ડિગ્રી, , નલિયા ખાતે 37.4 તો સુરત ખાતે 35.4 ડિગ્રી મહતમ તાપમાન નોંધાયું હતું.

આ પણ વાંચો:Gujarat Weather Report : આગામી 2 દિવસ કમોસમી વરસાદ સાથે પવન ફૂંકાવવાની આગાહી, જૂઓ આજનું તાપમાન

ગુજરાતના શહેરોમાં મહતમ તાપમાન (ડિગ્રીમાં)

અમદાવાદ 43.5
ગાંધીનગર 43.0
રાજકોટ 42.9
સુરત 35.4
ભાવનગર 39.2
જૂનાગઢ 42.8
બરોડા 41.8
નલિયા 37.4
ભુજ 42.4
કંડલા 37.7

ABOUT THE AUTHOR

...view details