કચ્છ : એપ્રિલ મહિનાની શરૂઆતથી જ રાજ્યમાં હિટવેવની આગાહી વચ્ચે ગરમીનું (Gujarat Weather Report) પ્રમાણ વધ્યું હતું.રાજયના હવામાનમાં અગાઉની સરખામણીએ અમુક જિલ્લાઓમાં 1 થી 3 ડિગ્રી જેટલો ઘટાડો નોંધાયો છે. જ્યારે અમુક જિલ્લાઓમાં 1 થી 2 ડિગ્રીનો વધારો નોંધાયો છે. તેવું હવામાન વિભાગની માહિતી (Impact of Hitwave in Gujarat) દ્વારા જાણવા મળી રહ્યું છે.
આ પણ વાંચો :આજની પ્રેરણા
ભારે તાપના કારણે બફારો અનુભવાશે -રાજ્યમાં ભારે તાપ લાગતા લોકો બપોરના સમયે ઘર માંથી (Maximum Temperature Today) બહાર નીકળવાનું પણ ટાળી રહ્યા છે. તો શરીરમાં ઠંડક જાળવી રાખવા માટે શેરડી, નારિયેળ તેમજ લીંબુનો જ્યુસ પીતા જોવા મળી રહ્યા છે. હજી પણ ગરમ પવનો ફૂંકાશે અને ચામડી દઝાડે તેવી ગરમી પડશે અને કાળઝાળ ગરમીના પ્રકોપથી ભારે બફારો પણ અનુભવાશે. જેથી કરીને લોકોએ હળવા કોટનના વસ્ત્રો પહેરવા જરૂરી છે.