કચ્છ : આજે રાજ્યના હવામાનમાં ગઈ કાલના (Gujarat Weather Report) પ્રમાણમાં 1 થી 4 ડિગ્રી જેટલો વધારો નોંધાયો છે. આજથી ગરમીનું પ્રમાણ તો વધ્યું જ છે સાથે સાથે અમુક જિલ્લાઓમાં હિટવેવની (Impact of Hitwave in Gujarat) અસર પણ જોવા મળશે તેવું હવામાન વિભાગની માહિતી દ્વારા જાણવા મળી રહ્યું છે.
આ પણ વાંચો :Petrol Diesel Price : પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફરી ભડકો, હવે કેટલું મોંઘું થયું, જાણો
ચામડી દઝાડે તેવી ગરમી પડશે -માર્ચ મહિનાની શરૂઆતથી ભારે (Maximum Temperature Today) તાપ જોવા મળી રહ્યો છે. તો ભારે તાપ લાગતા લોકો બપોરના સમયે ઘરમાંથી બહાર નીકળવાનું પણ ટાળી રહ્યા છે. શરીરમાં ઠંડક જાળવી રાખવા માટે શેરડી, નારિયેળ તેમજ લીંબુનો જ્યુસ પીતા જોવા મળી રહ્યા છે. હજી પણ ગરમ પવનો ફૂંકાશે અને ચામડી દઝાડે તેવી ગરમી પડશે અને કાળઝાળ ગરમીના પ્રકોપથી ભારે બફારો પણ અનુભવાશે. જેથી કરીને લોકોએ હળવા કોટનના વસ્ત્રો પહેરવા જરૂરી છે.