ગુજરાત

gujarat

ETV Bharat / state

Gujarat Weather Report : જાણો ક્યાં ક્યાં શહેરમાં ભારે બફારો અનુભવાશે..!

છેલ્લા ચાર- પાંચ દિવસોથી રાજયના હવામાનમાં (Gujarat Weather Report) ગરમીનો પારો સતત ઉંચો નોંધાઈ રહ્યો છે. હીટવેવની આગાહી વચ્ચે લોકો ભયંકર લુ નો સામનો પણ કરી રહ્યા છે. આજે રાજ્યના જિલ્લાઓમાં મહત્તમ તાપમાન (Impact of Hitwave in Gujarat) 37 ડિગ્રીથી 42 ડિગ્રી વચ્ચે નોંધાયું છે.

Gujarat Weather Report : જાણો ક્યાં ક્યાં શહેરમાં ભારે બફારો અનુભવાશે..!
Gujarat Weather Report : જાણો ક્યાં ક્યાં શહેરમાં ભારે બફારો અનુભવાશે..!

By

Published : Mar 29, 2022, 12:10 PM IST

કચ્છ : રાજ્યના હવામાનમાં આજે કોઈ નોંધપાત્ર (Maximum Temperature Today) ફેરફાર નોંધાયો નથી. આજે પણ રાજ્યના હવામાનમાં ગરમીનું પ્રમાણ વધારે જોવા મળશે. સાથે સાથે અમુક જિલ્લાઓમાં હિટ વેવની (Gujarat Weather Report) અસર પણ જોવા મળશે તેવું હવામાન વિભાગની માહિતી દ્વારા જાણવા મળી રહ્યું છે.

આ પણ વાંચો :Horoscope for the Day 29 March : આજનું રાશિફળ, જાણો કેવો રહેશે આપનો દિવસ

ક્યાં શહેરમાં બફારો અનુભવાશે - રાજકોટ, ભુજ, ગાંધીનગર, અમદાવાદ,જૂનાગઢમાં ભારે બફારો અનુભવાશે. આગાહી પ્રમાણે આજે ગુજરાતમાં ગાંધીનગર, અમદાવાદ, રાજકોટ, જૂનાગઢ, કચ્છના નલિયા, ભુજ અને કંડલામાં પણ ભારે ગરમીના (Impact of Hitwave in Gujarat) કારણે હીટવેવ અનુભવાશે.

આ પણ વાંચો :Top News: આજથી મધ્યાહ્ન ભોજન યોજના ફરી શરૂ, શિક્ષણપ્રધાનની મોટી જાહેરાત. આ અને અન્ય તમામ મહત્વપૂર્ણ સમાચાર વાંચો માત્ર એક ક્લિકમાં...

મહાનગરોમાં મહતમ તાપમાન -રાજ્યમાં નોંધાયેલા મહતમ તાપમાન (Heat Temperature in Gujarat) આંકડા મુજબ રાજ્યમાં સૌથી વધારે મહતમ રાજકોટ ખાતે 42 ડિગ્રી નોંધાયું છે. અમદાવાદ અને જૂનાગઢ ખાતે 41 ડિગ્રી, કચ્છના ભુજ અને ગાંધીનગર ખાતે 40 ડિગ્રી, કચ્છના કંડલા, નલિયા, ભાવનગર અને બરોડા ખાતે 39 ડિગ્રી નોંધાયું છે તો સુરત ખાતે 37 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે.

ગુજરાતના શહેરોમાં મહતમ તાપમાન (ડિગ્રીમાં)

શહેર મહત્તમ તાપમાન
અમદાવાદ 41.0
ગાંધીનગર 40.0
રાજકોટ 42.0
સુરત 37.0
ભાવનગર 39.0
જૂનાગઢ 41.0
બરોડા 39.0
નલિયા 39.0
ભુજ 40.0
કંડલા 39.0

ABOUT THE AUTHOR

...view details