કચ્છ : રાજ્યના હવામાનમાં ગરમીમાં (Gujarat Weather Report) નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. તો ગઈ કાલે જે તાપમાન નોંધાયો હતો તેના પ્રમાણમાં આજે રાજ્યના અમુક જિલ્લાઓમાં 1થી 2 ડિગ્રી (Maximum Temperature Today) જેટલો વધારો થયો છે. અમુક જિલ્લાઓમાં ઘટાડો થયો. આજે રાજ્યમાં ગરમીમાં આંશિક ઘટાડો જોવા મળશે.તો આજે રાજ્યમાં ખુલ્લું આકાશ જોવા મળશે.
આ પણ વાંચો :Petrol Diesel Price: પેટ્રોલ અને ડીઝલના કિંમતોમાં વધારો, જાણો કેટલો થયો ભાવ
ઠંડક જાળવી રાખવા માટે ઉપાય - રાજ્યમાં બપોર સુધીમાં ધોમ ધખતા તાપથી (Heat Temperature in Gujarat) તાપમાનનો પારો 33 ડિગ્રીથી 40 ડિગ્રી સુધી નોંધાઈ રહ્યો છે. માર્ચ મહિનાની શરૂઆતથી ભારે તાપ જોવા મળી રહ્યો છે. તો ભારે તાપ લાગતા લોકો બપોરના સમયે ઘરમાંથી બહાર નીકળવાનું પણ ટાળી રહ્યા છે. તો શરીરમાં ઠંડક જાળવી રાખવા માટે શેરડી, નારિયેળ તથા લીંબુનો જ્યુસ પીતાજોવા મળી રહ્યા છે.