Gujarat Weather Report : રાજ્યના લઘુત્તમ તાપમાનમાં ફરી થયો વધારો, જાણો આજનું તાપમાન - હવામાન વિભાગની આગાહી
સમગ્ર રાજ્યના લઘુત્તમ તાપમાનમાં ફરી વધારો (Gujarat Weather Report) જોવા મળી રહ્યો છે. છેલ્લા થોડા દિવસોથી રાજયના હવામાનમાં પલટો આવ્યો છે. આજે સમગ્ર રાજ્યમાં લઘુત્તમ તાપમાનમાં વધારો થયો હતો અને દિવસ દરમિયાન સામાન્ય તાપમાન નોંધાઈ રહ્યું છે.
Gujarat Weather Report : રાજ્યના લઘુત્તમ તાપમાનમાં ફરી થયો વધારો, જાણો આજનું તાપમાન
By
Published : Feb 16, 2022, 10:09 AM IST
કચ્છ : સમગ્ર રાજ્યમાં હવામાન વિભાગની આગાહી મુજબ ફરી હવામાનમાં (Gujarat Weather Report) પલટો આવ્યો છે. આ ઉપરાંત આજે તાપમાનનો પારો બે થી ત્રણ ડિગ્રી જેટલો ઉપર ચડ્યો છે. અને સાથે ઠંડીનો ચમકારો પણ ઘટ્યો છે. તેવું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું હતું. તો રાજ્યમાં આજે તાપમાન 10 ડિગ્રી થી 19 ડિગ્રી વચ્ચે નોંધાયું છે. મહત્તમ તાપમાનની વાત કરવામાં આવે (Cold Temperature in Gujarat) તો 30 થી 32 ડિગ્રી વચ્ચે નોંધાયું છે.
સૌથી ઓછું તાપમાન નલિયા નોંધાયું
આજે રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા (Meteorological Department Forecast) લઘુત્તમ તાપમાનના આંકડા મુજબ રાજ્યમાં સૌથી ઓછું તાપમાન નલિયા ખાતે સિંગલ ડિજિટમાં 10 ડિગ્રી નોંધાયું છે.