ગુજરાત

gujarat

ETV Bharat / state

Gujarat Weather Report : રાજયના હવામાનમાં ફરી પલટો, ઠંડીનું જોર ઘટ્યું

સમગ્ર રાજ્યના લઘુત્તમ તાપમાનમાં (Gujarat Weather Report) ફરી નોંધપાત્ર ફેરફાર નોંધાયો છે. રાજ્યના જિલ્લાઓમાં લઘુત્તમ તાપમાનમાં ફરીથી વધારો થયો છે.આજે રાજ્યના જિલ્લાઓમાં લઘુતમ તાપમાન 10 થી 18  ડિગ્રી વચ્ચે નોંધાયું છે.

Gujarat Weather Report : રાજયના હવામાનમાં ફરી પલટો, ઠંડીનું જોર ઘટ્યું
Gujarat Weather Report : રાજયના હવામાનમાં ફરી પલટો, ઠંડીનું જોર ઘટ્યું

By

Published : Feb 14, 2022, 10:20 AM IST

કચ્છ :સમગ્ર રાજ્યમાં હવામાન વિભાગની આગાહી મુજબ ફરી હવામાનમાં (Gujarat Weather Report) પલટો આવ્યો છે. આ ઉપરાંત આજે તાપમાનનો પારો બેથી ત્રણ ડિગ્રી જેટલો ઉપર ચડ્યો છે. અને સાથે ઠંડીનો ચમકારો (Cold Temperature in Gujarat) પણ ઘટ્યો છે, તેવું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે.

સૌથી ઓછું તાપમાન નલિયા નોંધાયું
આજે રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા (Meteorological Department Forecast) લઘુત્તમ તાપમાનના આંકડા મુજબ રાજ્યમાં સૌથી ઓછું તાપમાન નલિયા ખાતે સિંગલ ડિજિટમાં 10 ડિગ્રી નોંધાયું છે.

ગુજરાતના શહેરોમાં લઘુતમ તાપમાન (ડિગ્રીમાં)

જિલ્લા તાપમાન
અમદાવાદ 14.5
ગાંધીનગર 12.3
રાજકોટ 15.3
સુરત 17.4
ભાવનગર 17.0
જૂનાગઢ 13.0
બરોડા 14.0
નલિયા 10.0
ભુજ 15.2
કંડલા 14.0

આ પણ વાંચોઃVibrant MOU 2022 : આર્સેલર મિતલ ગુજરાતમાં કુલ રુપિયા 1.66 લાખ કરોડનું સૂચિત રોકાણ કરશે, જાણો કેટલી રોજગારી સર્જાશે

ABOUT THE AUTHOR

...view details