ગુજરાત

gujarat

ETV Bharat / state

Gujarat Weather Report : રાજ્યમાં ઠંડીના પ્રમાણમાં ધરખમ ઘટાડો, જાણો આજનું તાપમાન - ગુજરાત હવામાન અપડેટ

સમગ્ર રાજ્યમાં છેલ્લા 2 દિવસથી લઘુતમ તાપમાનના પારામાં (Gujarat Weather Report) નોંધપાત્ર ફેરફાર થયો છે .અને ઠંડીના પ્રમાણમાં ઘટાડો થયો છે. તો આજે રાજ્યના જિલ્લાઓમાં તાપમાન 11 થી 17 ડિગ્રી વચ્ચે નોંધાયું છે. આ ઉપરાંત હવામાન વિભાગ અન્ય પણ આગાહી કરવામાં આવી છે.

Gujarat Weather Report : રાજ્યમાં ઠંડીના પ્રમાણમાં ધરખમ ઘટાડો, જાણો આજનું તાપમાન
Gujarat Weather Report : રાજ્યમાં ઠંડીના પ્રમાણમાં ધરખમ ઘટાડો, જાણો આજનું તાપમાન

By

Published : Feb 8, 2022, 10:32 AM IST

કચ્છ : રાજ્યના હવામાનમાં છેલ્લાં થોડાં દિવસો બાદ ફરીથી તાપમાનમાં (Gujarat Weather Report) નોંધપાત્ર ફેરફાર થયો છે. ત્યારે આજે રાજ્યના જિલ્લામાં તાપમાન 11 થી 17 વચ્ચે નોંધાયું છે. અને તમામ જિલ્લાઓમાં ગઈ કાલ કરતા આજ તાપમાનનો પારો(Cold Temperature in Gujarat) ઉપર ચડ્યો છે.

વાતાવરણ સૂકું રહેશે

હવામાન વિભાગ (Meteorological Department Forecast) દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આગામી કેટલાક દિવસો માટે સુધી વાતાવરણ સૂકું રહેશે તેમજ રાજ્યમાં ફરીથી તાપમાનમાં ઘટાડો થશે. રાજ્યના જિલ્લાઓમાં વાદળછાયુ વાતાવરણ રહેવાની શક્યતા પણ દર્શાવાઇ છે.તો આગામી દિવસો સુધી તાપમાનમાં 2 થી 5 ડિગ્રી સુધી ઘટાડો નોંધાશે.

આ પણ વાંચોઃVibrant MOU 2022 : આર્સેલર મિતલ ગુજરાતમાં કુલ રુપિયા 1.66 લાખ કરોડનું સૂચિત રોકાણ કરશે, જાણો કેટલી રોજગારી સર્જાશે

સૌથી ઓછું તાપમાન ગાંધીનગર ખાતે 11.0 ડિગ્રી

રાજ્યના જિલ્લાઓમાં તાપમાનના પારામાં નોંધપાત્ર ફેરફાર જોવા મળ્યો છે. તમામ જિલ્લાઓમાં તાપમાનનો પારો 11 થી 17 ડિગ્રી વચ્ચે નોંધાયો છે. સૌથી ઓછું તાપમાન ગાંધીનગર ખાતે 11.0 ડિગ્રી નોંધાયું છે.

ગુજરાતના શહેરોમાં લઘુતમ તાપમાન (ડિગ્રીમાં)

જિલ્લા તાપમાન
અમદાવાદ 13.0
ગાંધીનગર 11.0
રાજકોટ 16.5
સુરત 17.0
ભાવનગર 17.0
જૂનાગઢ 15.0
બરોડા 13.8
નલિયા 13.4
ભુજ 16.8
કંડલા 14.2

આ પણ વાંચોઃCold wave in Gujarat: જાણો શિયાળામાં પશુઓની દૂધ ઉત્પાદન ક્ષમતા જાળવી રાખવા શું કરવું !

ABOUT THE AUTHOR

...view details