કચ્છ : રાજ્યના હવામાનમાં છેલ્લાં થોડાં દિવસો બાદ ફરીથી તાપમાનમાં (Gujarat Weather Report) નોંધપાત્ર ફેરફાર થયો છે. તો હવામાન વિભાગની આગાહી મુજબ આજે ઠંડીનો (Cold Temperature in Gujarat) પારમાં 4 થી 5 ડિગ્રી સુધી નોંધપાત્ર ફેરફાર થયો છે. તમામ જિલ્લાઓમાં ગઈ કાલ કરતા આજ તાપમાનનો પારો નીચે સરક્યો છે.
રાજ્યમાં 6 ફેબ્રુઆરી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર વર્તાશે
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના પગલે આગામી બે દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. રાજ્યમાં 6 ફેબ્રુઆરી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર (Effect of Western Disturbances) વર્તાશે. પરિણામે માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી આપવામાં આવી છે. દરિયા કાંઠે તેજ પવન ફૂંકાવાની શક્યતા છે.
આ પણ વાંચોઃCold wave in Gujarat: જાણો શિયાળામાં પશુઓની દૂધ ઉત્પાદન ક્ષમતા જાળવી રાખવા શું કરવું !