ગુજરાત

gujarat

ETV Bharat / state

કચ્છમાં ફોરેર્સ્ટ વિભાગનો સપાટો, બન્ની વિસ્તારમાં 6,872 એકરમાંથી ગેરકાયદેસર દબાણ દૂર કરાયા - કચ્છના સમાચાર

કચ્છનો બન્ની વિસ્તાર કે જે ઘાસિયા મેદાન (Grassland) તરીકે જાણીતો છે અને જે એશિયાની સર્વશ્રેષ્ઠ ઘાસિયા ભૂમિ છે. કારણ કે, અહીં જ્યાં જુઓ ત્યાં ઘાસ જ ઘાસ જોવા મળે છે. વિશ્વમાં બન્ની જેવો ઘાસિયા પ્રદેશ (Grassland) ક્યાંય નથી. જોકે, અહીં 56 પ્રકારના ઘાસનું ઉત્પાદન કરવામાં આવે છે. ત્યારે ઘાસની સાથે બન્નીમાં જે ગાંડો બાવળ ઊગી નીકળે છે. તે ચરિયાણમાં નડતરરુપ બને છે. આથી અત્યારે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (National Green Tribunal)ના આદેશ અનુસાર, ગાંડો બાવળ તેમજ દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે. એટલે વન વિભાગે (Forest Department) મળીને 6,872 એકરમાંથી ગેરકાયદેસર દબાણ દૂર કર્યા છે.

કચ્છમાં વન વિભાગનો સપાટો, બન્ની વિસ્તારમાં 6,872 એકરમાંથી ગેરકાયદેસર દબાણ દૂર કરાયા
કચ્છમાં વન વિભાગનો સપાટો, બન્ની વિસ્તારમાં 6,872 એકરમાંથી ગેરકાયદેસર દબાણ દૂર કરાયા

By

Published : Oct 19, 2021, 12:29 PM IST

  • કચ્છના બન્ની વિસ્તારમાં ગેરકાયદેસર દબાણ અને ગાંડા બાવળ દૂર કરાયા
  • એશિયાના સર્વશ્રેષ્ઠ બન્ની ગ્રાસલેન્ડ વિસ્તારમાંથી દૂર કરાયા ગેરકાયદેસર દબાણ
  • સપ્ટેમ્બરથી અત્યાર સુધીમાં 6,717 એકરમાંથી દૂર કરાયું દબાણ
  • દબાણ દૂર કરીને દેશી ઘાસ અને દેશી વનસ્પતિ ઉગાડવામાં આવશે

કચ્છઃ સરહદી જિલ્લા કચ્છના સરહદી વિસ્તારમાં આવેલ બન્નીના ઘાસિયા મેદાન (Grassland) એશિયાના સર્વશ્રેષ્ઠ ઘાસિયા મેદાન તરીકે ઓળખાય છે. આ સર્વશ્રેષ્ઠ ઘાસિયા મેદાનમાં (Grassland) હાલ 1.25 લાખ હેક્ટર જમીન પર ગાંડા બાવળ તેમ જ ગેરકાયદેસર દબાણનું વિશાળ સામ્રાજ્ય છવાઈ ગયું હતું, જે હવે દૂર કરીને દેશી ઘાસ અને દેશી વનસ્પતિ ઉગાડવામાં આવશે.

કચ્છમાં વન વિભાગનો સપાટો, બન્ની વિસ્તારમાં 6,872 એકરમાંથી ગેરકાયદેસર દબાણ દૂર કરાયા

વહિવટી તંત્ર અને વન વિભાગ (Forest Department) ગેરકાયદેસર દબાણ પણ દૂર કરી રહ્યું છે

કચ્છ જિલ્લાના સરહદી વિસ્તાર બન્નીમાં 47 જેટલી ગ્રામસભાઓ દ્વારા વન વ્યવસ્થાપન સમિતિ (Forest Management Committee) બનાવી વન અધિકાર અધિનિયમના (Forest Rights Act) સેક્શન 5 મુજબ, અધિકારનો ઉપયોગ કરી જ્યાં જે ગાંડા બાવળનું પ્રમાણ વધારે છે. ત્યાં ત્યાં ધીમેધીમે બાવળો કાઢવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત વહિવટી તંત્ર અને વન વિભાગ ગેરકાયદેસર દબાણો પણ દૂર કરી રહ્યું છે. સાથે જ તેની જગ્યાએ દેશી ઘાસ અને દેશી વનસ્પતિ ઉગાડવામાં આવશે અને પશુપાલનનો વિકાસ થાય તે માટે કામ પણ કરવામાં આવી રહ્યું છે.

સપ્ટેમ્બરથી અત્યાર સુધીમાં 6,717 એકરમાંથી દૂર કરાયું દબાણ

દબાણો, બાવળો દૂર કરીને ઘાસિયા ભૂમિને પુનઃજીવિત કરાશે

વન વિભાગ (Forest Department), ગ્રામ પંચાયતો (Gram Panchayat) અને રાજ્ય સરકાર (State Government) પણ આ ગાંડા બાવળની જગ્યાએ વનસ્પતિઓ ઉગે તે માટે ઘણા વર્ષોથી પ્રયાસ કરી રહ્યા છે. આ ઉપરાંત ગામના લોકો દ્વારા પણ વન વ્યવસ્થાપન સમિતિ (Forest Management Committee) બનાવીને પણ લોકો વન અધિકાર નિયમ અનુસાર, ગાંડા બાવળ તથા બિનજરૂરી ઝાડી ઝાંખરા દૂર કરી રહ્યા છે. આ ઉપરાંત એનજીટી (National Green Tribunal)નો પણ ચૂકાદો આવ્યો હતો, જેના કારણે વન વિભાગ (Forest Department), ગ્રામ પંચાયતો (Gram Panchayat) તથા ગ્રામસભાઓ દ્વારા બાવળો દૂર કરીને ઘાસિયા ભૂમિને પુનઃજીવિત કરવાની કામગીરી શરૂ કરાઈ છે.

સપ્ટેમ્બરથી અત્યાર સુધી 6872 એકરમાંથી દબાણ દૂર કરવામાં આવ્યું: ACF બન્ની ગ્રાસલેન્ડ

બન્ની વિસ્તારમાં નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના (National Green Tribunal) આદેશ અનુસાર, નામદાર કોર્ટે 20 મે 2021ના બન્ની વિસ્તારમાં આવેલા દબાણો 6 મહિનાની અંદર દૂર કરવા હુકમ કર્યો હતો અને આ દબાણો 6 મહિનાની અંદર દૂર કરીને અહેવાલ પહોંચાડવાનો હતો. આ આદેશ અનુસાર, કલેક્ટરના અધ્યક્ષ સ્થાને કમિટીની રચના કરવામાં આવી હતી. સાથે જ આ આદેશ અનુસાર, સપ્ટેમ્બરથી દબાણ હટાવવાની કામગીરી શરૂ કરી હતી. આ દબાણ હટાવવાના કામના ભાગરૂપે અત્યાર સુધી 6,872 એકરમાંથી દબાણ દૂર કરવામાં આવ્યું છે. એટલે કે, 2,781 હેક્ટરમાં જમીન ખૂલ્લી કરાવવામાં આવી છે. આગામી સમયમાં હજી અંદરના ભાગમાં કામ કરવામાં આવશે.

આ પણ વાંચો-આણંદમાં GST વિભાગનો સપાટો, ગંજ બજારના વેપારીઓ પર કરી કાર્યવાહી

આ પણ વાંચો-Wildlife Week Celebration: સેલવાસ વન વિભાગે 50 જેટલી શાળાના વિદ્યાર્થીઓને વન અને વન્યજીવો સાથે કરાવ્યા રૂબરૂ

ABOUT THE AUTHOR

...view details