કચ્છ ન્યૂઝ:કચ્છના મુન્દ્રા બંદરે DRI એ 16 કરોડની વિદેશી સિગારેટનું કન્ટેનર જપ્ત કર્યું છે. DRI અમદાવાદ ઝોનલ યુનિટે રેડીમેડ ગારમેન્ટ તરીકે જાહેર કરાયેલ કન્સાઇનમેન્ટમાં છુપાવેલ વિદેશી સિગારેટના કન્ટેનર લોડને જપ્ત કર્યું છે. જેમાંથી 80.1 લાખ સિગારેટની સ્ટીક્સ મળી આવી છે, જેની અંદાજિત બજાર કિંમત રૂ. 16 કરોડ છે.
મુન્દ્રા બંદરેથી 16 કરોડની કિંમતની વિદેશી સિગારેટ ઝડપાઈ, રેડીમેઇડ ગાર્મેન્ટ્સની આડમાં દાણચોરી:અમદાવાદ ઝોનલના DRI અધિકારીઓને મળેલી ચોક્કસ બાતમીના આધારે ગઈકાલે શુક્રવારે મુન્દ્રા પોર્ટ પરથી ગેરકાયદેસર સિગારેટ હેરાફેરી કરતા કન્સાઈનમેન્ટને ઝડપવામાં આવ્યું છે. પ્રથમ તબક્કે આ કન્સાઇનમેન્ટ મોકલનાર દ્વારા તેને "રેડીમેઇડ ગાર્મેન્ટ્સ" તરીકે જાહેર કરવામાં આવ્યું હતું. આ કન્ટેનર કંબોડિયાના ફ્નોમ પેન્હ બંદરેથી મોકલવામાં આવ્યું હતું અને કન્સાઇનમેન્ટ હજીરા પોર્ટ મોકલવાનું હતું. કન્સાઈનમેન્ટની વિગતવાર તપાસ દરમિયાન, અધિકારીઓએ નોંધ્યું કે કન્ટેનરમાં પ્રથમ પંક્તિના પેકેજો જાહેર કરાયેલા માલ એટલે કે તૈયાર વસ્ત્રો હતા જેની આડમાં સિગારેટના પેકેટો સંતાડવામાં આવ્યા હતા. જેથી કોઈને શંકા ન જાય અને નિકોટીન વાળી સિગારેટના પાર્સલ દ્વારા યોગ્ય જગ્યાએ મોકલી શકાય.
16 કરોડની કિંમતની વિદેશી સિગારેટ ઝડપાઈ: જો કે તમામ પેકેટોમાં વિદેશી મૂળની સિગારેટ "ગોલ્ડ ફ્લેક" હતી. પંચનામાની કાર્યવાહી દરમિયાન અલગ-અલગ સિગરેટના પેકેટમાં કુલ 80.1 લાખથી વધુ સિગારેટ જપ્ત કરવામાં આવી છે. આ જપ્ત કરાયેલી સિગારેટની કિંમત આંતરરાષ્ટ્રીય બજાર મુજબ આશરે ભારતીય નાણા પ્રમાણે રૂપિયા 16 કરોડ છે. DRI ની તપાસમાં એવું પણ સામે આવ્યું કે, જપ્ત કરાયેલી પેકેટમાં 'મેડ ઇન ઇન્ડિયા'નું ચિહ્ન હતું.
DRIની સઘન કાર્યવાહી: નકલી સિગરેટ અથવા તેવી જ રીતે આયાત કરવાના પ્રયાસની શક્યતા ઓળખવા માટે ક્ષેત્રના નિષ્ણાતોના સંપર્કમાં રહેલા અધિકારીઓની મદદ લેવી જરૂરી લાગી છે. ઉલ્લેખનીય છે કે, બે મહિના અગાઉ પણ આવી જ કામગીરીમાં DRI ના અધિકારીઓએ 36 લાખ વિદેશી મૂળની સિગારેટ જપ્ત કરી હતી. જે મુન્દ્રા પોર્ટ પરથી દાણચોરી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે, DRIના સઘન ચેકિંગના કારણે દાણચોરીની સિન્ડિકેટને નોંધપાત્ર ફટકો પડશે. જેથી આવનારા દિવસોમાં દાણ ચોરી કરનારા શખ્સો અને લાખો કરોડોનો નુકસાન થતા તેમની પણ કમર તુટશે.
- Adani Port Record: અદાણી પોર્ટ પર 203 દિવસમાં 40 લાખ કન્ટેનર્સ હેન્ડલ કરવાનો રેકોર્ડ સર્જાયો, ગત વર્ષ કરતા ઓછા સમયમાં આ સિદ્ધિ મેળવી
- મુન્દ્રા સોપારી કાંડ મામલે મોહીત એન્ટરપ્રાઇઝ પેઢીના માલિકની ધરપકડ