ગુજરાત

gujarat

ETV Bharat / state

તૌકતે વાવાઝોડાના પગલે 25 જવાનોની NDRFની ટીમ માંડવી તાલુકાના દરિયાઈ વિસ્તારમાં પહોંચી

તૌકતે વાવાઝોડું સંભવિત કચ્છમાં આગામી 18થી 20મીમે સુધી ત્રાટકે તેવું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. આ તૌકતે ચક્રાવાતી વાવાઝોડાની આગાહીના પગલે કચ્છનું વહીવટી તંત્ર એલર્ટ બન્યું છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા કચ્છ જિલ્લામાં NDRFની 2 ટીમો અને એક SDRFની ટીમની ફાળવણી કરવામાં આવી છે.

તૌકતે વાવાઝોડાના પગલે 25 જવાનોની NDRFની ટીમ માંડવી તાલુકાના દરિયાઈ વિસ્તારમાં પહોંચી
તૌકતે વાવાઝોડાના પગલે 25 જવાનોની NDRFની ટીમ માંડવી તાલુકાના દરિયાઈ વિસ્તારમાં પહોંચી

By

Published : May 17, 2021, 7:36 PM IST

  • માંડવી તાલુકાના મોઢવા ગામે NDRFની ટીમ પહોંચી છે
  • માંડવી તાલુકાના દરિયાઈ વિસ્તારના ગામોમાં નિરીક્ષણ કરવામાં આવ્યું છે
  • માંડવી તાલુકાના મોઢવા ગામના લોકોને આપદા આવે ત્યારે શું કરવું તેની સમજણ અપાઈ

કચ્છઃ તૌકતે વાવાઝોડા સામે દરિયાઈ વિસ્તારના ગામડામાં લોકો સુરક્ષિત રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા જિલ્લામાં NDRFની 2 ટીમ તથા SDRFની 1 ટીમ ફાળવવામાં આવી છે. જેના ભાગરૂપે આજે NDRFના 25 જવાનોની એક ટીમ માંડવી તાલુકાના મોઢવા ગામે પહોંચી આવી છે.

તૌકતે વાવાઝોડાના પગલે 25 જવાનોની NDRFની ટીમ માંડવી તાલુકાના દરિયાઈ વિસ્તારમાં પહોંચી

આ પણ વાંચોઃસોમવારના વહેલી સવારથી વહીવટી તંત્ર તૌકતેને પોંહચી વળવા તૈયાર

નિરીક્ષણ કરી ગામના લોકોને માર્ગદર્શન આપવામાં આવ્યું

આ દરમિયાન NDRFના જવાનો દ્વારા ગામના આજુબાજુના વિસ્તારમાં નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત ગામના સ્થાનિક લોકો અને માછીમારોને વાવાઝોડું આવે ત્યારે કઈ રીતે પોતાને સુરક્ષિત સ્થળે ખસેડવા અને શું કરવું તે અંગેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

તૌકતે વાવાઝોડાના પગલે 25 જવાનોની NDRFની ટીમ માંડવી તાલુકાના દરિયાઈ વિસ્તારમાં પહોંચી

સ્થળાંતરની પ્રક્રિયામાં સહયોગી થવા અપીલ કરાઇ

માંડવી તાલુકાના મોઢવા ગામના લોકોને સાવચેતીના પગલા રૂપે સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે. ત્યારે NDRFના જવાનો દ્વારા ગામના લોકોને સાંત્વના આપવામાં આવી હતી અને સ્થળાંતરની પ્રક્રિયામાં સહયોગી થવા અપીલ કરવામાં આવી હતી.

તૌકતે વાવાઝોડાના પગલે 25 જવાનોની NDRFની ટીમ માંડવી તાલુકાના દરિયાઈ વિસ્તારમાં પહોંચી

આ પણ વાંચોઃNDRFની ટીમ તૌકતે વાવાઝોડાને પગલે સુરતમાં ઓલપાડ પહોંચી

જાણો શું કહ્યું NDRFના કમાન્ડર ઓફિસરે?

વાવાઝોડા દરમિયાન કોઈ પણ મુશ્કેલી ઉભી થશે તેને પહોંચી વળવા માટે અમે અમારી સાથે તમામ સાધનો લાવ્યા છે અને અહીં ગામમાં અમે દરિયાઈ કાંઠા વિસ્તારના લોકોને સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવા માટે તૈયાર કરી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details