કચ્છઃ ગુજરાતનો કચ્છ જિલ્લો અનેક પ્રકારની કલા કારીગરી તેમજ કલાકારો માટે પ્રખ્યાત છે. કચ્છ જિલ્લામાં સંગીત ક્ષેત્રના અનેક શ્રેષ્ઠ વાદ્યો છે, જેમાંનું એક વાદ્ય 'સુરંદો' (Folk musical instrument Surando)છે. સુરંદો કચ્છ, સિંધ, સૌરાષ્ટ્ર અને રાજસ્થાનનું લોકપ્રિય વાદ્ય છે. જે હવે કચ્છ જિલ્લામાંથી લુપ્ત (Surando becomes extinct) થઈ રહ્યું છે. 'સુરંદો' એ કચ્છનું એક પ્રાચીન લોકસંગીત (Kutchi folk musical instrument Surando) વાદ્ય છે. તારવાળા આ તંતુવાદ્યને ગઝ અથવા ગાઝીથી વગાડવામાં આવે છે. સારંગી જેવું લાગતું આ વાદ્ય આમ તો બધા જ લાકડામાંથી બની શકે, પણ લાહિરો લાકડાને સુરંદો માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. સુરંદો બનાવવા માટે લાકડાને મોર જેવો આકાર આપવામાં આવે છે.
સુરંદો રોહીડાનાં લાકડામાંથી બનાવવામાં આવે છે
સુરંદોનો (Folk musical instrument Surando) ઉદભવ પાકિસ્તાનમાં થયો છે. કચ્છમાં આ વાદ્ય ફકીરાણી જત સમાજમાં જોવા મળે છે. જે આ કલા વંશપરંપરાગત ઊતરી આવી છે. સુરંદો પાંચ તારનું તંતુ વાદ્ય છે. જે રોહીડાનાં લાકડામાંથી બનાવવામાં આવે છે. અને તેને પણછથી વગાડાય છે. આ પણછ ઘોડાની પૂછડીના વાળમાંથી બનાવાય છે. સુરંદાનો કલાકાર જયારે સુરંદો વગાડવા બેસે છે ત્યારે સૌ પ્રથમ પણછને ઝીણા પાતળાં પળ અથવા ‘બીચ્ચો’’ સાથે ઘસાય છે. જે સરગુના ઝળનું રસ હોય છે, ત્યાર બાદ પણછને તાર પર ઘસવાથી સુરંદોના સૂ૨ પેદા થાય છે. સુરંદો ખાસ કરીને ચોમાસામાં વધારે વગાડતાં હોય છે.
સુરંદોને ગડા–ગમેલા સાથે સંગત કરવામાં આવે છે
સુરંદોને (Folk musical instrument Surando) ગડા–ગમેલા સાથે સંગત કરવામાં આવે છે. એટલી જ સારી રીતે તેના સાથે બૈત આલાપે છે. પશુપાલકો જયારે એકલા અટુલા પોતાના ઢોરઢાંખર સાથે હોય ત્યારે ઘણા સમયે બધાં ભેગા થાય છે. સુરંદોને પેઢી દર પેઢી કલાવારસાને આપતા ગયાં. આમ, બાપથી દીકરા સુધી પરંપરામાં ઉતર્યો. આજે વર્તમાન સમયમાં સુરંદોને વગાડનારા માત્ર બેથી ત્રણ લોકો જ (Artist of folk music instruments of Kutch ) બચ્યા છે. જેમાંના ઓસમાણ સોનુ જત જે તેના પિતાજી પાસેથી શીખ્યો અને સ્વરપૂર્વકના અવલોકનથી આ કલાને જાળવી છે.
કચ્છ જિલ્લામાં માત્ર 2થી 3 સુરંદોવાદકો જ
ઓસમાણ જત એ કચ્છનાં સુરંદોવાદક પૈકી એક છે. તેઓ અબડાસા તાલુકાનાં મોહાળી ગામમાં રહે છે. તેમણે નાનપણથી જ પિતાને સુરંદો (Folk musical instrument Surando) વગાડતા જોયાં અને તેમને જોઈને પોતે પણ શીખ્યાં. તેઓ પોતાનું તેમજ ઘરનાં સભ્યોનું ગુજરાન ચલાવવા ટ્રક ચલાવવાનું કામ કરી રહ્યાં છે. તે પોતાના પિતા તરફથી મળેલી કલાને સાચવવા પ્રયત્નો કરી રહ્યા છે.