ભુજના પ્રિન્સ રેસીડેન્સી સામેના ખુલ્લા મેદાનમાં ગુરુવારે સાંજે 5 વાગ્યે રાહુલ ગાંધીની સભા યોજાશે. કોંગ્રેસના દાવા અને આયોજન મુજબ 35,000 લોકો સભામાં ઉપસ્થિત રહેશે તેવી તૈયારીઓ કરવામાં આવી રહી છે.
કચ્છમાં રાહુલ ગાંધીના આગમનને લઇને તડામાર તૈયારીઓ - gujart news
કચ્છઃ જિલ્લામાં કોંગ્રેસ દ્વારા રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીની જનસભાની તડામાર તૈયારીઓ થઈ રહી છે. ખાસ કરીને કોંગ્રેસના પ્રચારનું વાતાવરણ શુષ્ક હોવાની ચર્ચા વચ્ચે આ સભાના આયોજનથી કાર્યકર્તા અને અગ્રણીઓમાં નવા જોશનો સંચાર થયો છે.
સ્પોટ ફોટો
કચ્છમાં કોંગ્રેસના પ્રચારની આ પ્રથમ મોટી સભા હોવાથી કાર્યકર્તાઓ અને અગ્રણીઓમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.