ગુજરાત

gujarat

ETV Bharat / state

કાકા-કાકીના ઝગડામાં ભત્રીજાએ કરી કાકાની હત્યા - murder of uncle

કચ્છના રાપર ગામમાં મોબાઇલ ચાર્જીંગ જેવી નજીવી બાબતમાં પતિ-પત્ની વચ્ચે ઝગડો થયો હતો. કાકાના મારથી કાકીને બચાવવા માટે ભત્રીજો વચ્ચે પડ્યો હતો અને કાકાને ધોકાથી માર મારતા કાકાનુ મૃત્યુ થયું હતું. પત્નીએ ભત્રીજા સામે ફરીયાજ નોંધાવી હતી.

murder
કાકા-કાકીના ઝગડામાં ભત્રીજાએ કરી કાકાની હત્યા

By

Published : Apr 7, 2021, 5:23 PM IST

  • પતિએ પત્ની વચ્ચે ઝગડો થયા બની ઘટના
  • મોબાઈલ ચાર્જીંગ જેવી સામાન્ય બાબતમાં થયો ઝગડો
  • ભત્રીજાએ કાકાની કરી હત્યા

કચ્છ: જિલ્લાના રાપર ગામમાં રહેતા 33 વર્ષિય મીરા બહેનના પ્રવિણ સાથે દસ વર્ષ પૂર્વે લગ્ન થયા હતા અને સંતાનમાં બે પુત્ર- એક પુત્રી છે. છેલ્લાં 8 માસથી તે પતિ સાથે કિડીયાનગર ગામે લંબરીયા વાડી વિસ્તારમાં રામાભાઈ રાણાભાઈ બાયડની વાડીમાં કામ કરે છે અને ત્યાર જ ઝુંપડું બનાવી રહે છે.

પત્નીએ રોટલા ઘડીને ફોન ચાર્જિંગ માં મૂકીશ એમ કહેતા પતિ ઉશ્કેરાયો

મંગળવારે સાંજે સાડા પાંચ-છના અરસામાં મીરા રોટલા ઘડી રહી હતી ત્યારે તેનો પતિ પ્રવિણ ઘરે આવીને મીરાને તેનો મોબાઈલ ફોન ચાર્જીગમાં મૂકવા કહ્યું હતું. પત્નીએ રોટલા ઘડી લીધા બાદ ફોન ચાર્જીગમાં મૂકીશ તેમ કહેતાં તે ઉશ્કેરાઈ ગયો હતો. રોષે ભરાયેલા પ્રવિણે પત્નીને માર મારવાનું શરૂ કરી ધારીયાનો છૂટો ઘા કર્યો હતો. પ્રવિણનો ગુસ્સો જોઈ ગભરાઈ ગયેલી મીરા તેના સંતાનોને લઈને વાડીની બાજુમાં રહેતા જમણીબેન બાયડના ઘર તરફ દોડવા માંડી હતી. પ્રવિણે પણ પત્નીને માર મારવા તેની પાછળ દોટ મૂકી હતી.

આ પણ વાંચો :વલસાડમાં કોરોના કાળ દરમિયાન ઘરેલુ હિંસાની ઘટના વધી

કૌટુંબિક ભત્રીજાએ કાકાને ધોકો મારી પતાવી નાખ્યો

આ સમયે વાડીની બાજુમાં રહેતો કુટુંબી ભત્રીજો નરશી ઊર્ફે હચુ કોલી ત્યાં ધોકો લઈને દોડી આવ્યો હતો. હસુએ પ્રવિણને ‘તું કેમ તારી પત્નીને મારે છે?’ કહેતા પ્રવિણ તેને જેમ-તેમ બોલવા માંડ્યો હતો. જેથી હચુએ ઉશ્કેરાઈને પ્રવિણના માથામાં ધોકાના બે-ત્રણ ફટકા મારી દીધા હતા. ધોકો વાગતાં જ પ્રવિણના માથામાંથી લોહી નીકળવા માંડ્યું હતું અને ત્યા ઢળી પડ્યો હતો.

આ પણ વાંચો : ઘરેલું હિંસાને અટકાવવા કાનૂની જાગૃતિ શિબિરનું આયોજન કરાયું


લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલાયો

ઘટના અંગે મીરાએ તેના ભાઈ અને બનેવીને જાણ કરી સ્થળ પર બોલાવ્યાં હતા. રાત્રે જાણ થતાં પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી અને પ્રવિણની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. બનાવ અંગે પી એસ આઈ વાય કે ગોહિલે તપાસ હાથ ધરી હતી.

ABOUT THE AUTHOR

...view details