કચ્છઃ 2001ના વિનાશક ભૂકંપની માર જેલી ચૂકેલા કચ્છમાં રવિવારથી અનુભવાઈ રહેલા ભૂકંપના ઝટકાને પગલે લોકોમાં ડરનો માહોલ છવાઇ ગયો છે. ભુજમાં ઇમારતોમાં રહેતા રહેવાસીઓમાં આ ભૂકંપને કારણે ભારે ડર જોવા મળી રહ્યો છે. શહેરના વિવિધ વિસ્તારોમાં રહેતા બહુમાળી ઇમારત રહેવાસીઓ જણાવી રહ્યાં છે કે એક તરફ કોરોનાની મહામારીનો ડર છે, તો બીજી તરફ ભૂકંપનો ડર તેમને લાગી રહ્યો છે.
કચ્છમાં ભૂકંપથી બહુમાળી ઇમારતમાં રહેનારા લોકોમાં ડર - Earthquake in Gujarat
200ના વિનાશક ભૂકંપની માર ભોગવી ચૂકેલા કચ્છમાં રવિવારથી અનુભવાઈ રહેલા ભૂકંપના ઝટકાને પગલે લોકોમાં ડરનો માહોલ છવાઇ ગયો છે. ભુજમાં ઇમારતોમાં રહેતા રહેવાસીઓમાં આ ભૂકંપને કારણે ભારે ડર જોવા મળી રહ્યો છે. શહેરના વિવિધ વિસ્તારોમાં રહેતા બહુમાળી ઇમારત રહેવાસીઓ જણાવી રહ્યાં છે કે એક તરફ કોરોનાની મહામારીનો ડર છે, તો બીજી તરફ ભૂકંપનો ડર તેમને લાગી રહ્યો છે.
આ બમણા ડરની સ્થિતિને પગલે તેઓ પાસે હવે માત્ર પ્રભુને પ્રાર્થના કરવા સિવાય અન્ય કોઈ વિકલ્પ નથી. એકબીજાના સાથ-સહકારથી એકબીજાને હિંમત આપીને પ્રભુને પ્રાર્થના કરીને તેઓ સુરક્ષા અને સલામતીની આજીજી કરી રહ્યાં છે.
રવિવારે રાત્રે અનુભવાયેલા ભૂકંપના ઝટકાને પગલે બેઠા મકાનમાં રહેતા લોકો ઘરની બહાર દોડી આવ્યાં હતા, તેમજ ઇમારતોમાં રહેતા લોકો દોડાદોડી સાથે ઈમારતોના પગથિયાં ઉતરીને નીચે આવ્યાં હતા ત્યારે તેમનામાં ભારે ડર જોવા મળ્યો હતો. સોમવારે બપોરે ફરી આ રીતે જ ભૂકંપના ઝટકા અનુભવાતા લોકોમાં ડરની સ્થિતિ વધુ બમણી થઇ છે, ખાસ કરીને ટૂંકા ગાળામાં ભૂકંપના ઝટકા અનુભવાયા હોવાથી લોકો વધુ ડરી રહ્યાં છે.