- ઇકો ગાડી ડિવાઈડર પર ચડી જવાથી જીવલેણ અકસ્માત સર્જાયો
- હતભાગીઓને કારમાંથી બહાર કાઢતા અડધો કલાકનો સમય લાગ્યો
- અકસ્માતમાં પિતા-પુત્રનું મોત નિપજ્યું હતું
કચ્છ:ભચાઉ- સમાખીયાળી વચ્ચે માર્ગ પર એક જીવલેણ અકસ્માત સર્જાયો હતો. જેમાં, મુંબઈથી વતન આવેલા પટેલ પરિવારના પિતા-પુત્રનું આ અકસ્માતમાં મૃત્યુ થયું હતું. જ્યારે, તેમના જમાઈને ગંભીર ઈજાઓ પહોંચી હતી. મેઘજી ચૌધરી અને તેમના પુત્ર વિનોદ ચૌધરી તથા જમાઈ સાથે ભચાઉ તરફ ઇકો કારમાં આવી રહ્યા હતા. ત્યારે, સમાખીયાળી RTO ચેકપોસ્ટ પાસે આ અકસ્માત સર્જાયો હતો. જેમાં, બન્ને પિતા પુત્રનું મોત નીપજ્યું હતું.
આ પણ વાંચો:મુફ્તી એ કચ્છનું નિધન: અનુયાયીઓ કોરોનાની ગાઇડલાઇન ભૂલી દફનવિધિમાં જોડાયા