નખત્રાણા તાલુકાના 20 જેટલા ગામના ખેડૂતો ધરણામાં જોડાયા છે. ખેડૂતોનો આક્ષેપ છે કે, અદાણી ગ્રીન એનર્જી દ્વારા ખેડૂતોને પુરતું વળતર ચૂકવામાં આવતું નથી. ખેડૂતોની સહમતી વગર ખેડૂતોને ધાકધમકી આપીને પોલીસ પ્રોટેક્શન સાથે ખેડૂતોના ખેતરમાં વીજ ટાવર લગાડવામાં આવે છે. હાલમાં અદાણી કંપની દ્વારા રતડિયાથી પાલનપુર જતી અદાણી ગ્રીન એનર્જી કંપની દ્વારા 220 કેવી હેવી લાઈન નાખવામાં આવી રહી છે.
કચ્છના નખત્રાણામાં વળતરના મુદ્દે ખેડુતોએ કર્યાં અચોક્કસ મુદ્દતના ધરણા - અચોક્કસ મુદ્દતના ધરણા
કચ્છ: જિલ્લામાં આવેલા નખત્રાણા ખાતે પ્રાંત કચેરી બહાર ખેડૂતો અચોક્કસ મુદ્દતના ધરણા પર બેઠા હતા. જેમાં નખત્રાણા તાલુકામાં આવતા ગામડાના ખેડૂતોની માલિકીની જમીનમાં અદાણી ગ્રીન એનર્જી દ્વારા ટાવર તેમજ વીજરેસા કામમાં યોગ્ય વળતર નહી ચૂકવામાં આવતા ખેડૂતોએ ધરણા યોજીને વિરોધ નોંધાવ્યો હતો.
ખેડૂતોની સહમતી વગર અદાણી કંપની દ્વારા દાદાગીરીથી ખેતરોમાં ટાવર ઉભા કરવામાં આવે છે. બીજી કંપની દ્વારા રનીંગ મિટરના ભાવ 12 હજારથી 15 હજાર ચૂકવવામાં આવે છે. જ્યારે અદાણી કંપની દ્વારા 2200 થી 2300 રૂપિયા ચૂકવામાં આવતા ખેડૂતોને અન્યાય થઇ રહ્યો છે. ત્યારે અદાણી કંપની સામે ખેડૂતોએ અચોક્કસ મુદ્દતના ધરણા યોજી યોગ્ય વળતરની માગ કરી છે.
નખત્રાણા પ્રાંત કચેરી બહાર કરવામાં આવેલા ધરણામાં 40 જેટલા ટ્રેક્ટર સાથે મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા હતા. ખેડૂતો માગ સંતોષવામાં આવે તો ખેડૂતો ઉગ્ર આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.