કચ્છભુજમાં માધાપર પાસેથી શરૂ થઈ મીરઝાપર સુધી સેવા કેમ્પોનો (Service camps from Madhapar to Mirzapar in Bhuj) અને ફરતા વાહનો તેમજ તબીબી સેવા કેમ્પોની (Medical Service Camps) મોટી સંખ્યા કોરોના કાળ બાદ ફરી શરૂ થયું છે. કચ્છ ધણિયાણી દેશદેવી આશાપુરા માના દર્શને (Kutch Dhaniani Deshadevi Ashapura Maa) રાજ્યભરમાંથી શ્રદ્ધાળુઓ માથું ટેકવા દર વર્ષે જાય છે. છેલ્લા બે વર્ષથી કોરોના કાળના લીધે પદયાત્રાએ જઈ શક્યા ન હોવાના કારણે આ વર્ષે સવિશેષ સંખ્યામાં પદયાત્રા કરીને પ્રવાસીઓ પગપાળા જતા જોવા મળે છે.
માતાજીના દર્શન કરવા માટે પગપાળા યાત્રાપદયાત્રીઓ હાલમાં પદયાત્રા કરતા જોવા મળી રહ્યા છે. વરસાદ હોય, ઝાકળ હોય, તાપ હોય કે ઠંડી માતાજી પ્રત્યે અતૂટ શ્રદ્ધા, વિશ્વાસ અને ભક્તિ સાથે નાના મોટા અબાલ વૃદ્ધ જય માતાજીના જય ઘોષ સાથે ડગ માંડી રહ્યા છે. તકલીફ, મુશ્કેલીઓની પરવા કર્યા વગર માતાજીના દર્શન કરવા માટે પગપાળા યાત્રા કરી રહ્યા છે. ગુજરાત રાજ્ય તેમજ દેશના અન્ય રાજ્યોમાંથી પણ અનેક લોકો માતાજી પ્રત્યે અતૂટ શ્રદ્ધા રાખીને પદયાત્રા કરીને માં આશાપુરાના દર્શન કરવા જઈ રહ્યા છે.
સમગ્ર દેશમાંથી લોકો ઉમટ્યાંભક્તો જામનગર, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર ઉપરાંત મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર તેમજ કચ્છ કાઠીયાવાડમાંથી લોકો માનતા રાખીને કચ્છના પશ્ચિમ છેવાડે આવેલા માતાના મઢ (Mata no Madh Kutch) મુકામે પહોંચી છે. ચાલુ વર્ષે પદ યાત્રાળુઓ મોટી સંખ્યામાં જોવા મળ્યા છે. પદ યાત્રાળુઓને તકલીફ ન પડે તે માટે કચ્છના રસ્તાઓ પર સેવા કેમ્પો ઉભા કરાયા છે. જેમાં ખાણીપીણી, ચા નાસ્તો, ભોજન વ્યવસ્થા, નહાવાની સગવડ ઉપરાંત મનોરંજન માટેની વ્યવસ્થા સાથે સેવા કેમ્પો ધમધમી રહ્યા છે.