કચ્છઃ 2001ના વિનાશક ભૂકંપની માર ઝીલી ચૂકેલા કચ્છ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં એક પછી એક ભૂકંપના 18થી વધુ ઝટકા નોંધાયા છે. રવિવારે આઠ વાગ્યે અને 13 મિનિટે 5.3ની તીવ્રતાનો ભૂકંપનો ઝટકો નોંધાયા બાદ સોમવારે બપોરે એક વાગ્યાથી સાંજે ચાર વાગ્યા સુધીમાં વધુ ત્રણ મોટા ઝટકા અનુભવાયા હતા. જ્યારે 15થી વધુ નાના મોટા ઝટકા પણ નોંધવામાં આવ્યા છે. ભૂકંપના 19 વર્ષ પછી ફરી એક વખત કચ્છ સહિત અન્ય પ્રાંતોએ પણ અનુભવેલા ઝટકાથી ડરનો માહોલ ચોક્કસ પેદા કરી દીધો છે, પરંતુ નિષ્ણાતો માને છે કે, ડબલ ફોલ્ટ લાઈન સક્રિય થતાં જ તેની અંદર રહેલી ઉર્જા નિષ્ક્રિય થઈ છે, જે આશીર્વાદરૂપ પણ ગણી શકાય.
કચ્છમાં એક પછી એક નોંધાઈ રહેલા ભૂકંપના ઝટકા, ડબલ ફોલ્ટલાઈન સક્રિય થતા ઉર્જા થઈ રહી છે નિષ્ક્રિય ગાંધીનગર સિસ્મોલોજી ડિપાર્ટમેન્ટની સત્તાવાર વિગતો મુજબ શનિવારે રાત્રે 8 આવેલો 5.3ની તીવ્રતાનો ભૂકંપનો ઝટકો નોંધાયો હતો, જે કચ્છ સહિત વિવિધ જગ્યાએ અનુભવાયો હતો. આ પછી અન્ય નાના-મોટા 15 જેટલા ઝટકા નોંધવામાં આવ્યા છે. જ્યારે સોમવારે બપોરે 2 વાગ્યા અને 56 મિનિટે 4.0 ભચાઉથી 12 કિલોમીટર દૂર નોર્થ નોર્થ ઇસ્ટ દિશામાં ત્યારબાદ ત્રણ મિનિટમાં 3.6ની તીવ્રતાનો ઝટકો ભચાઉથી 11 કિલોમીટર દૂર નોર્થ નોર્થ વેસ્ટ દિશામાં અને સાંજે 4:00 4.1ની તીવ્રતાનો આંચકો ભચાઉથી 6 કિમિ દૂર નોર્થ નોર્થ વેસ્ટ દિશામાં નોંધાયો છે.
કચ્છમાં એક પછી એક નોંધાઈ રહેલા ભૂકંપના ઝટકા, ડબલ ફોલ્ટલાઈન સક્રિય થતા ઉર્જા થઈ રહી છે નિષ્ક્રિય નિષ્ણાતોના મત મુજબ 2001માં આવેલા ભૂકંપનું કેન્દ્ર બિંદુ કચ્છના વાગડ પંથકના કંથકોટ અને આધોઇની બે ફોલ્ટ લાઈન છે, તે કેન્દ્ર બિંદુથી ઉદ્દભવ્યો હતો. પણ રવિવારે જે ઝાટકો અનુભવ્યો હતો, તે 2001ના ભૂકંપના કેન્દ્ર બિંદુથી 16 કિલોમીટર દૂર છે. ડબલ ફોર લાઇન પર ઉદ્ભવેલો રવિવારનો ભૂકંપનો ઝટકો જમીનમાં 10 કિલોમીટરની ઊંડાઈ ધરાવતો હતો. જેથી તેની તીવ્રતા અનેક જગ્યાએ અનુભવાઈ હતી. જેથી તે ગભરાવાની જરૂર જણાતી નથી. આ ભૂકંપના ઝટકાથી જમીનની અંદર રહેલી ઉર્જા નિષ્ક્રિય થઈ છે. જેથી આ સક્રિય ફોરલાઈનના કારણે ભૂકંપના ઝટકા ચોક્કસ આવી શકે છે, પરંતુ તે ગભરાવા પૂર્ણ નથી.નોંધનીય છે કે, કચ્છના 2001ના ભુકંપ પછી અત્યાર સુધીમાં હજારો ઝટકા ઓળખાય છે, પરંતુ આ ઝાટકાઓ વચ્ચે ક્યારેક જ કોઈ જ લોકો અનુભવે છે અને મોટાભાગે જ્યાં લાઈન સક્રિય છે તે વાગડ પંથકના જ વધુ પડતા ઝટકા લોકો અનુભવતા હોય છે. દૂર સુધી ઝટકા અનુભવ દેખાતો નથી, પરંતુ જે મોટા ઝટકા આવે છે તે લોકો અનુભવે છે અને તેની અસર દૂર સુધી જોવા મળતી હોય છે. 19 વર્ષ પહેલા આવેલો ભૂકંપ અલગ કેન્દ્ર બિંદુ હતો, જ્યારે 2011-2012 અને રવિવાર રાતના 2020ના ઝટકા અલગ ફોલ્ટ લાઈન તરફથી આવી રહ્યા છે..