કચ્છઃ સરહદી જિલ્લા કચ્છમાં અવારનવાર ભૂકંપના આંચકાઓ આવતા હોય છે. ત્યારે આજે (શુક્રવારે) ભચાઉ નજીક 3.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો હતો. અહીં પૂર્વ કચ્છના અનેક વિસ્તારમાં આ આંચકો અનુભવાયો હતો. સાંજે 7:01 વાગ્યે આ ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી.
આ પણ વાંચોઃKutch Earthquake : ફરી ભૂકંપનો ઝટકો, 20 દિવસોમાં પાંચમી વખત કચ્છમાં ભૂકંપ
3.2ની તીવ્રતાનો આંચકો અનુભવાયોઃકચ્છમાં વર્ષ 2001ના મહાભયાનક ભૂકંપ બાદ શરૂ થયેલા નાનામોટા આફ્ટરશૉકનો સિલસિલો આજ દિન સુધી અવિરત રહેવા પામ્યો છે. ત્યારે આજે (શુક્રવારે) સાંજના સમયે 7:01 વાગ્યે ફરી 3.2ની તીવ્રતા સાથેના ભૂંકપના આંચકાથી કચ્છના ભચાઉ, રાપર, દૂધઈ સુધીની ધરા ધ્રુજી ઊઠી હતી. ભૂકંપનો આંચકો ભચાઉથી 20 કિલોમીટર દૂર નોર્થ- નોર્થ વેસ્ટમાં નોંધાયો હતો. જોકે, હજી 2 દિવસ અગાઉ પણ 3.3ની તીવ્રતાનો આંચકો નોંધાયો હતો.
ફોલ્ટ લાઈન પર અવારનવાર આંચકાઓ નોંધાઈ રહ્યા છેઃજિલ્લાના વાગડ વિસ્તારમાં આવેલી ફોલ્ટલાઈન પર અવારનવાર આંચકાઓ નોંધાઈ રહ્યા છે. આજે ફરી રણ વિસ્તારમાં લોકોએ ભૂકંપનો આંચકો અનુભવ્યો હતો. તો કચ્છમાં જેટલી ભૂકંપની ફોલ્ટ લાઈન છે. તેની આસપાસ જ છેલ્લાં કેટલાક દિવસથી ભૂકંપના આંચકાઓ નોંધાઈ રહ્યા છે. જોકે, અવારનવાર આવતા આંચકાઓને લીધે કોઈ પ્રકારની નુકસાનીના કોઈ પણ સમાચાર સામે નથી આવી રહ્યા, પરંતુ સતત આવતા આંચકાઓને લીધે લોકોમાં ભય પણ ફેલાઈ રહ્યો છે.
ભૂકંપ બાદ ધ્યાનમાં રાખવા જેવી બાબતો:આસપાસના લોકોની પરિસ્થિતિ કેવી છે તે જોવી, કોઈ મદદની જરૂરિયાત હોય તો તંત્રને જાણ કરીને મદદ માટે જણાવું જોઈએ. કોઈને વધુ ઇજા પહોંચી હોય તો પ્રાથમિક સારવારથી અથવા નજીકના દવાખાના સુધી પહોચાડવા પ્રયત્ન કરવા જોઈએ. ખુલ્લી સુરક્ષિત જગ્યામાં પહોંચાડવું જોઈએ. બિન ટેલીફોનીક વાતચીત ટાળવી જોઈએ જેથી કોઈ સંદેશ આપણા સુધી પહોંચતા રહે.
આ પણ વાંચોઃEarthquake in Nicobar islands: નિકોબારમાં 5.0ની તીવ્રતાનો ભૂકંપ
કચ્છમાં અવાનવાર અનેક ભૂકંપ આંચકા આવ્યા: કચ્છમાં વખતોવખત અનેક ભૂકંપ આંચકાઓ આવતા રહે છે. કચ્છ જિલ્લા સરહદીને જાણે કુદરત પસંદ કરીને અવનવા પ્રયોગ કરે છે. કચ્છની ધરા પર વારંવાર ભૂકંપના આંચકાઓ આવતા હોય છે અને લોકોને જૂના વિનાશક ભૂકંપોની યાદ આવી જાય છે. વર્ષ 1819, 1956, 2001ના ભૂકંપોએ કચ્છને હલબલાવી નાખ્યું હતું. 16મી જૂન 1819માં લખપતથી ખાવડાની વચ્ચે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. 1907ના બે અત્યંત શક્તિશાળી ધરતીકંપ થયા તેમજ 21મી જુલાઇ 1956માં આવેલા ભૂકંપે 51 સેકન્ડ સુધી કચ્છની ધરા ધ્રુજાવી હતી. ઉલ્લેખનીય છે કે, કચ્છ અને ભૂકંપના સંઘર્ષનો ઈતિહાસ ખૂબ લાંબો છે, પરંતુ અવારનવાર આ પ્રમાણે ભૂકંપના આચંકાઓ અનુભવાતા થોડો ભયનો માહોલ રહે તો હોય છે.