ગુજરાત

gujarat

ETV Bharat / state

કચ્છના રણમાં વરસાદી પાણી ભરાતા સફેદ રણનો નજારો જામશે મોડો

શાહીન વાવાઝોડાની અસરને પગલે કચ્છના વાતાવરણમાં ગઈકાલથી પરિવર્તન આવ્યું છે. જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર થઈ રઈ હોઈ ચાલુ સિઝનમાં વરસાદનો આંક 100 ટકાને પાર પહોંચી ગયો છે. કોરોનાનું સંક્રમણ કાબૂમાં આવતા આ વખતે રણોત્સવમાં પ્રવાસીઓના ઘોડાપુર ઉમટે તેવી પૂરેપૂરે શક્યાતાઓ છે.પરંતુ છેલ્લા ત્રણ દિવસથી વરસાદી માહોલ (Rainy weather) જામ્યો છે અને આજે કચ્છના રણમાં પાણી ભરાયુ હતું.

The desert of Kutch became the sea
The desert of Kutch became the sea

By

Published : Sep 30, 2021, 8:54 PM IST

  • કચ્છનું રણ બન્યો દરિયો
  • હાજીપીર પાસે આવેલી સત્યેશ કંપની પાસે રણ થયું પાણી પાણી
  • ભારે વરસાદ બાદ રણમાં સમુદ્ર જેવો નજારો

કચ્છ: આ વર્ષે ઓછા વરસાદને પગલે રણમાં વહેલું મીઠું જામશે તેવી જાણકારો આશા સેવી હતી પરંતુ બુધવારે વરસેલા સારા વરસાદને પગલે રણમાં પણ જળભરાવ થતા શ્વેત રણનો નજારો દિવાળી બાદ જોવા મળે તેવું ચિત્ર હવે ઉપસ્યું છે. ધોરડો સરપંચ મિંયા હુશેને જણાવ્યું કે, બેથી અઢી ઈંચ જેટલો વરસાદ વરસતા રણમાં પણ મોટા પ્રમાણમાં પાણીની આવક થઈ છે. વરસાદને કારણે સફેદ રણનો નજારો મોડો જોવા મળશે.

કચ્છના રણમાં વરસાદી પાણી ભરાતા સફેદ રણનો નજારો જામશે મોડો

આ પણ વાંચો: પાલીતાણામાં શેત્રુંજી ડેમ ઓવરફ્લો થતા નીચાંણવાળા 12 ગામો એલર્ટ, 59 દરવાજામાંથી 4.9 ફૂટ વહી રહ્યું છે પાણી

ભારે પવન સાથેના વરસાદથી મીઠાંના કારખાનાં- અગરીયાઓને નુકશાની

અરબી સમુદ્રમાં સર્જાયેલા ડિપ્રેશન (Depression in the Arabian Sea) ના પગલે કચ્છના વાતાવરણમાં એકાએક પરિવર્તન આવ્યું છે. બુધવારે બપોર બાદથી શરૂ થયેલી વરસાદથી હેલી ગુરુવારે પણ યથાવત રહી છે. વિજળીના ચમકારા અને પવન સાથે અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હોવાથી જિલ્લામાં રણ વિસ્તારમાં આવેલા મીઠાના કારખાનાં, અગરોને પણ નુકશાની પહોંચી શકે છે. કચ્છમાં બુધવારથી મોટાભાગના વિસ્તારોમાં પવનના સુસવાટા સાથે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે આજે ગુરુવારે હાજીપીર સહિતના રણ વિસ્તારોમાં પણ તેજીલા પવન સાથે વરસાદ વરસ્યો હોવાથી આ પંથકમાં કાર્યરત મીઠાના કારખાનાં, અગરોને પણ નુકશાની પહોચીં છે.

આ પણ વાંચો: બિહારની સિકરહના નદીમાં બોટ પલટી, 30 લોકો હતા સવાર

  • ભારે વરસાદને પગલે આજે 30 સપ્ટેમ્બરે દેવભૂમિ દ્વારકા જિલ્લાના રાવલ ગામે 6 લોકો પાણીમાં ફસાયા હતા. નીલકંઠ મહાદેવ મંદિર પાસે ફસાયેલા 6 લોકોને NDRF ની ટિમ દ્વારા રેસ્ક્યૂ (ndrf rescue) કરવામાં આવ્યા હતા. એક મહિલા સહિત અન્ય 5 લોકોને બચાવી સલામત સ્થળે ખેસડવમાં આવ્યા હતા. તો સેવાભાવી લોકો તેમજ NDRF એ કુતરાના બચ્ચાં તેમજ કુતરાને પણ બચાવી ખુબજ ઉમદા કાર્ય કર્યું હતું.
  • ભાવનગર જિલ્લાનો પાલીતાણા આવેલો શેત્રુંજી ડેમના 60 માંથી 59 દરવાજા 29 સપ્ટેમ્બરેથી ખોલવામાં આવ્યા હતા. બુધવારે એક ફૂટ પાણીની આવક હતી, તે ગુરુવારે ચાર ફૂટ નવ ઇંચ અને 61,630 ક્યુસેકમાં થઈ રહી છે. પાણીને નદીમાં વહેતુ કરવામાં આવતા 12 જેટલા ગામોને એલર્ટ પર મુકવામાં આવ્યા છે અને નદી કાંઠેથી દુર રહેવા જણાવ્યું છે.
  • જૂનાગઢમાં છેલ્લા 2 દિવસથી મેઘરાજા મન મુકીને (Heavy Rain) વરસી રહ્યા છે. ત્યારે મોટા ભાગના જળાશયો અને સિંચાઈ યોજનાઓ ઓવરફ્લો (Overflow) થઈને વહી રહી છે. અહીં છેલ્લા 48 કલાકથી ભારે વરસાદ પડતા જૂનાગઢની સૌથી મોટી ઓજત વિયર સિંચાઈ યોજનાના (Ojat Weir Irrigation Scheme) તમામ દરવાજા ખૂલ્લા મુકી દેવામાં આવ્યા છે. આથી નદીમાં ઘોડાપૂરની સ્થિતિ જોવા મળી રહી છે.
  • અરબી સમુદ્રમાં કેન્દ્રિત થયેલા હવાનું હળવું દબાણ વધુ સક્રિય બની વાવાઝોડા શાહીનમાં બદલાય થાય તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આગાહીના પગલે કચ્છ જિલ્લામાં મેઘમહેર જામી છે. કચ્છના દસેય તાલુકામાં અડધાથી સાડા ત્રણ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. ઉપરાંત હવામાન વિભાગે વધુ 2 દિવસની ભારેથી અતિભારે વરસાદની આગાહી પણ કરી છે.
  • વેલમાર્ક્ડ લોપ્રેસર અરબી સમુદ્રમાં ડિપ્રેશન બાદ વાવાઝોડા શાહીનમાં પરિવર્તિત થયું છે. જેના કારણે વાવાઝોડાના પગલે 45થી 55 કિ.મી. પ્રતિ કલાકથી વધતા 65 કિ.મી. પ્રતિ કલાકની ઝડપ સુધી ભારે પવન ફુંકાશે અને ભારેથી અતિભારે વરસાદની આગાહી કચ્છ જિલ્લામાં કરવામાં આવી છે. જેના પગલે વહીવટી તંત્ર સજ્જ બન્યું છે અને જખૌના દરિયામાંથી આજે 30 સપ્ટેમ્બરે 380 જેટલી માછીમારી બોટને પરત કિનારે લાંગરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details