કચ્છજિલ્લા કોંગ્રેસના પ્રમુખ (Kutch District Congress President) યજુવેન્દ્રસિંહ જાડેજાના નેતૃત્વમાં બાઇક રેલી દ્વારા પરિવર્તન સંકલ્પ યાત્રાનો (Parivartan Sankalp Yatra through bike rally) પ્રારંભઆશાપુરા રિંગ રોડથી કરવામાં આવ્યો હતો. સ્વામિનારાયણ મંદિરનાં દર્શન બાદ ટાઉનહોલ ખાતે સભા યોજાઈ હતી. આ સંકલ્પ યાત્રાનું આશાપુરા રિંગ રોડ, ભીડ ગેટ, જ્યુબિલી ગ્રાઉન્ડમાં સ્વાગત કરાશે. બપોર બાદ કોલેજ રોડ, મિરજાપર રોડ, સુખપર ચોકડી, દહીંસરા, ધુણઇ, કોડાય પુલમાં સ્વાગત બાદ માંડવી વિધાનસભામાં પ્રવેશી આઝાદ ચોકમાં સભા ત્યાંથી મસ્કા, બાગ, પીપરી, ખાખર, બિદડા, દેશલપર, ભુજપુર, સમાઘોઘા મોટા થઇ મુન્દ્રામાં સાંજે સ્વાગત બાદ સાડાઉમાં પરિવર્તન સંકલ્પ સંમેલન (Parivartan Sankalp Convention) યોજાશે.
ગુજરાતમાં ચૂંટણીને અનુલક્ષીને કોંગ્રેસ દ્વારા ભુજથી પરિવર્તન સંકલ્પ યાત્રાનો કર્યો પ્રારંભ - Parivartan Sankalp Yatra from Bhuj
ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીની (Gujarat Assmebly Election 2022 ) જાહેરાત થવાની ઘડીઓ ગણાઇ રહી છે. આ ચૂંટણી પ્રચારના ભાગરૂપે કોંગ્રેસ દ્વારા ગુજરાતમાં પાંચ ઝોનમાં પરિવર્તન યાત્રા શરૂ કરવામાં આવી છે. જેમાં કચ્છમાં ભુજ ખાતેથી પરિવર્તન સંકલ્પ યાત્રાનો (Parivartan Sankalp Yatra from Bhuj) આરંભ (Parivartan Sankalp Yatra through bike rally) આજે આશાપુરા મંદિરથી કરવામાં આવી હતી.
ભાજપના 27 વર્ષના કુશાસનને ઉજાગર કરવા યોજાઈ રહી છે આ યાત્રાસૌરાષ્ટ્ર કચ્છના સહપ્રભારી રામકિશન ઓઝાએ જણાવ્યું હતું કે, પ્રાચીનમાં આશાપુરા મંદિર ભુજથી આજે ગુજરાત કોંગ્રેસ દ્વારા પરિવર્તન યાત્રાનું આરંભ કરવામાં આવી છે. 4 ઝોનમાં વહેંચાયેલી આ યાત્રા આજે ભુજથી નિકળી હતી. ભાજપના 27 વર્ષના શાસનના કુશાસનમાં જે પરિસ્થિતિ સર્જાઈ છે. લોકોને દબાવીને જે વહીવટ ચલાવાઇ રહ્યો છે. એના આ શાસનના કારનામાને ઉજાગર કરવા માટે આ યાત્રા કરવામાં આવી રહી છે. આ દરમિયાન બેરોજગારી, મોંઘવારી, ભ્રષ્ટાચાર, કિસાનો સાથે દુર્વ્યવહાર, વિકાસના નામ પર લોકો સાથે રમત કરી છે. મોરબીનો પુલ તૂટ્યો (Morbi Hanging Bridge Collapsed) બીજી તરફ જે કર્ણાટકના બનાવની દોગલી નીતિની વાત કરી હતી. બેરોજગારી, કિસાનોને પાણી નથી મળતું, વીજળી નથી મળતી અને 1200નું સિલિન્ડર 500 રૂપિયામાં કોંગ્રેસ આપશે તેવી વાતો કરી હતી.
કોંગ્રેસને લોકો પર વિશ્વાસ છેભુજમાં રસ્તા, બેરોજગારીના પ્રશ્નો હોય કે બેરોજગારીના નામ પર પ્રાઇવેટિકરણ. આ બધા મુદ્દાને લઈને પરિવર્તન યાત્રા માટે લોકો પર વિશ્વાસ છે કે લોકો તેમની સાથે છે. એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ભાજપના સાંસદ, ધારાસભ્યોને સરકારમાં બોલવા મળતું નથી, ખૂબ પીડાય છે. કોરોના, લમ્પી કે ગૌ પોષણ યોજનાની સહાય અપાવવાનું કહી ન શકયા. ધાર્મિક લાગણી અથવા ભારત પાકિસ્તાનનો મુદ્દો લઇ આવે છે. દારૂબંધી, ડ્રગ્સ, ખનિજ ચોરી સહિતના પ્રશ્નો ત્યાંના ત્યાં પડયા છે. ભાજપ જૂના મુદ્દા પડખે રાખી નવા મુદ્દા રજૂ કર્યા કરે છે. તેમણે લોકોને કોંગ્રેસમાં જોડાવા અપીલ કરી હતી.