ગુજરાત

gujarat

ETV Bharat / state

કચ્છ જિલ્લાના મુન્દ્રા ભાજપમાં ભડકો, ટિકિટની ફાળવણી ન થતા કાર્યકરોમાં નારાજગી - Resentment towards the party

કચ્છ જિલ્લા ભાજપે જિલ્લા પંચાયતની 40 અને 10, તાલુકા પંચાયતની 204 અને 5, પાલિકાની 196 મળી કુલ ભાજપે 440 ઉમેદવારની યાદી જાહેર કરી છે. જેમાં મોટાભાગની બેઠકોમાં નવા ઉમેદવારોને તક અપાઇ છે.

મુન્દ્રા ગ્રામજનો
મુન્દ્રા ગ્રામજનો

By

Published : Feb 15, 2021, 5:09 PM IST

  • મુન્દ્રાની બારોઈ નગરપાલિકાની પ્રથમ ચૂંટણીમાં જ ભડકો
  • પુર્વ સરપંચ ધર્મેન્દ્ર જેસર અને જૂથની અવગણના
  • સારા નહિ પણ મારા માણસો જોઈએ એવો આક્ષેપ

કચ્છ : મુન્દ્રાની બારોઈ નગરપાલિકાની પ્રથમ ચૂંટણીમાં જ ભડકો થયો. ભાજપની યાદી જાહેર થતા સાથે જ પક્ષમાં બે ફાંટા પડ્યા હતા. મુન્દ્રામાં ગત બોડીના પુર્વ સરપંચ ધર્મેન્દ્ર જેસર અને જૂથની અવગણના કરાઇ હતી અને એમને ટિકિટ જ અપાઇ ન હતી. તેમને પક્ષ પ્રત્યે નારાજગી વ્યક્ત કરી હતી. આ અંગે ધર્મેન્દ્ર જેસર મુન્દ્રાના સાત પૈકી છ વોર્ડમાં અપક્ષ પેનલ ઉભી રાખી ભાજપને હરાવવા લડત કરશે એમ કહ્યું હતું.

કચ્છ જિલ્લાના મુન્દ્રામાં ભાજપમાં ભડકો
ધર્મેન્દ્ર જેસરની અવગણના થતા પક્ષ સામે બળવો કર્યો

કાલ સુધી ભાજપના ગુણગાન ગાનારા ધર્મેન્દ્ર જેસરની અવગણના થતા આજે પક્ષ સામે તેમને બળવો કર્યો હતો. એમનો એવો આક્ષેપ છે કે, સંગઠનના નિયમોની વિરુદ્બ જઈ પરિવારવાદ અને જૂથવાદમાં ટિકિટ આપવામાં આવી છે. આ રીતે ભાજપમાં ભડકો થતાં નગરપાલિકાની પ્રથમ ચૂંટણી જીતવા કોંગ્રેસ ગેલમાં આવી ગઈ હતી. સારા નહિ પણ મારા માણસો જોઈએ એવો આક્ષેપ કાર્યકરોએ કર્યો હતો.

ABOUT THE AUTHOR

...view details