ગુજરાત

gujarat

ETV Bharat / state

ભુજમાં સ્મૃતિવનનું પ્રોજેકટનું પ્રભારી પ્રધાન દિલીપ ઠાકોરે નિરિક્ષણ કર્યું - જીએસડીએમએના સીઇઓ

કચ્છ: જિલ્લાનૈા પ્રભારી પ્રધાન દિલીપકુમાર ઠાકોરે શનિવારના રોજ ભુજના ભુજીયા ડુંગર તળેટી ખાતે આકાર લઇ રહેલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ડ્રીમ પ્રોજેકટ સ્મૃતિવનની મુલાકાત લીધી હતી અને જીએસડીએમએના સીઇઓ અનુરાધા મલ્લ, માર્ગ-મકાન વિભાગના સચિવ એસ.બી.વસાવા, વાસ્તુ શિલ્પ કચેરીના અધિકારીઓ સહિત જિલ્લા કલેકટર એમ.નાગરાજનને બેઠકમાં સ્મૃતિવન પ્રોજેકટ અને વીર બાળ ભૂમિ સ્મારકના બાકી કામોમાં ઝડપ લાવવાનો નિર્દેશ આપ્યો હતો.

પ્રભારીપ્રધાન દિલીપકુમાર ઠાકોરે
પ્રભારીપ્રધાન દિલીપકુમાર ઠાકોરે

By

Published : Dec 14, 2019, 8:53 PM IST

શ્રમ અને રોજગાર, ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્રધાન દિલીપકુમાર ઠાકોરે સ્મૃતિવનની મુલાકાત લીધા બાદ યોજેલી સમીક્ષા બેઠકમાં જીએસડીએમએ દ્વારા સ્મૃતિવનના પ્રોગ્રેસીવ રીપોર્ટનું પ્રેઝન્ટેશન રજૂ કરીને થયેલી કામગીરી અને બાકી રહેતી કામગીરીની છણાવટ કરાઇ હતી.

ભૂજમાં સ્મૃતિવનનું પ્રોજેકટનું પ્રભારી પ્રધાને કર્યું નિરિક્ષણ

જીએસડીએમએના સીઇઓ અનુરાધા મલ્લે કામગીરીના પ્રગતિ અહેવાલ સાથે કયું કામ કયાં તબકકે પહોંચ્યું છે અને તેને પૂર્ણ કરતાં કેટલો સમય લાગશે તેની કાર્ય સીમા સુનિશ્ચિત કરી તાત્કાલિક બાકીના કામો પૂર્ણ કરવા સૂચના આપી હતી.

ભૂજમાં સ્મૃતિવનનું પ્રોજેકટનું પ્રભારી પ્રધાને કર્યું નિરિક્ષણ

આ બેઠકમાં સ્વૈંચ્છિક સંસ્થાઓ અને કંપનીઓના પ્રતિનિધિઓ સાથે સ્મૃતિવન ખાતે અલગ-અલગ પ્રકારનાં કુલ 50 હજાર વૃક્ષો વાવવાનું લક્ષ્યાંક રાખવામાં આવ્યું હોવાનું જણાવવામાં આવ્યું હતું અને સમગ્ર બાબતે વિચાર-વિમર્શ કરાયો હતો. સ્મૃતિવનના બીજા ફેઝમાં વધુ 20 હજાર વૃક્ષોનું વાવેતર કરવા માટે જરૂરી સાથ-સહકાર આપવા એનજીઓના પ્રતિનિધિઓને અનુરોધ કરાયો હતો. ઉપરાંત 2001ના વિનાશક ભૂકંપમાં અંજારમાં દિવંગત 183 શહીદ બાળકોની સ્મૃતિમાં નિર્માણાધિન વીરબાળ ભૂમિ સ્મારક સમીક્ષા બેઠક પણ યોજાઇ હતી. વીરબાળ ભૂમિ સ્મારકના કાર્યો માટે નિયત કરાયેલી ચેસ્ટા એજન્સી દ્વારા બેઠકમાં પ્રેઝન્ટેશન રજૂ કરી વીર બાળ ભૂમિ ખાતે ચાલી રહેલા વિવિધ કામોનો ચિતાર આપવામાં આવ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details