ગુજરાત

gujarat

ETV Bharat / state

માંડવી તાલુકાના બાગ ગામની પ્રાથમિક શાળાના શિક્ષકે શરૂ કરી ડિજિટલ શાળા - kutch news

કરછના માંડવી તાલુકાના બાગ ગામની પ્રાથમિક શાળાના શિક્ષકે રાજયની પ્રથમ ઘરે ઘરે ફરતી "શિક્ષણ રથની" ડિજિટલ શાળા બનાવી કચ્છનું નામ રાજ્યમાં અંકિત કર્યું છે.

Digital school started by a primary school teacher of Bagh village in Mandvi taluka
માંડવી તાલુકાના બાગ ગામની પ્રાથમિક શાળાના શિક્ષકે શરૂ કરી ડિજિટલ શાળા

By

Published : Sep 18, 2020, 1:58 PM IST

કચ્છ : માંડવી તાલુકાના બાગ ગામની હુંદરાઈ પ્રાથમિક શાળાના શિક્ષકે અનોખી પહેલ કરી છે. અંતરિયાળ વિસ્તારમાં આવેલી શાળાના શિક્ષક દિપક મોતાએ પોતાની ઘરની કારમાં ડિજિટલ શાળા બનાવી છે. કારમાં એલ.ઈ.ડી ટીવી ,ઈન્ટરનેટ, બ્લુટુથ સ્પીકર સહીતની સુવિધાઓથી સજજ શિક્ષણ રથ બનાવી ઘર-ઘર શિક્ષણ ઘર આંગણે શિક્ષણની જયોત પ્રગટાવી છે.

માંડવી તાલુકાના બાગ ગામની પ્રાથમિક શાળાના શિક્ષકે શરૂ કરી ડિજિટલ શાળા

આ શિક્ષક સવારે 9 થી 12 વાગ્યા દરમિયાન પોતાની ડિજિટલ શાળા સાથે નિકળી વિદ્યાર્થીઓને ઘર આંગણે જઈ શિક્ષણની જયોત જગાવે છે. કોરોનાકાળમાં બાળકો શાળાએ જઈ શકતા નથી. ત્યારે સરકારે ઓનલાઈન શિક્ષણ ચાલું કર્યું છે, ત્યારે અમુક વિસ્તારોમાં મોબાઈલ નેટવર્ક કે, એન્ડ્રોઈડ મોબાઈલ ન હોય તેવા વિદ્યાર્થીઓના વાલીઓએ શિક્ષક દિપક મોતાની આ પહેલથી ઘન્યતા અનુભવી છે. આ સાથે જિલ્લા શિક્ષણાઘિકારીએ તેમના કાર્યને બિરદાવ્યું છે.

ABOUT THE AUTHOR

...view details