કચ્છઃ જિલ્લાામાં 15 કેસ સાથે એક દર્દીનું મોત થયું છે. કંડલા પોર્ટ ટ્રસ્ટના કામદાર નેેતા મનોહર બેલાણીનું કોરોનાથી મોત થતાં કંડલા સંકુલમાં શોકનું લાગણી ફરી વળી છે. બીજી તરફ વધુ નવા કેસ આવતાં આરોગ્ય અને વહીવટીતંત્ર દોડધામમાં મુકાયું છે.
કોરોનાથી કંડલા પોર્ટના કામદાર નેતાનું મોત, કચ્છમાં વધુ 15 કેસ સાથે કુલ 348 પોઝિટિવ કેસ - કચ્છ કોરોના અપટેડ
કચ્છમાં પણ સતત કોરોના કેસમાં વધારો નોંઘાઈ રહ્યો છે, તો બીજી તરફ મૃત્યુઆંકમાં વધારો થઈ રહ્યો છે. અત્યાર સુધીમાં જિલ્લામાં કુલ 15 લોકોના મોત થયા છે. જ્યારે 100 વધુ કેસ એક્ટિવ છે, તો બીજી તરફ 7 દર્દીઓ સાજા થઈ જતાં રજા આપવામાં આવી હતી.
કંડલા પોર્ટના મોટા ગજાના કામદાર આગેવાન મનોહર બેલાણીનું કોરોનાના કારણે મોત થતાં કચ્છનો મૃત્યુ આંક 18 થઇ ગયો છે, તો બીજી તરફ રાપરમાં 6, અંજારમાં 5, ગાંધીધામમાં-2, ભચાઉમાં 2 નવા કેસ નોંધાયા છે. સમગ્ર કચ્છ જિલ્લાભરમાં કોરોના મહામારીનો સકંજો મજબૂત બનતો જાય છે. જેને લઈને નાગરિકો ચિંતામાં મુકાયા છે.
જિલ્લા વિકાસ અધિકારીની યાદી મુજબ, આજે 15 પોઝિટિવની વચ્ચે 7 દર્દીઓ સાજા થઈ જતાં રજા આપવામાં આવી હતી. એક્ટિવ કેસનો આંક 110 છે. જ્યારે 221 જણને રજા આપવામાં આવી છે. કુલ મૃત્યુઆંક 17 અને સંક્રમિતોની કુલ સંખ્યાં 348 પર પહોંચી છે.