ગુજરાત

gujarat

ETV Bharat / state

કચ્છ જિલ્લામાં 66.13 ટકા વરસાદ નોંધાતા પાકને મળ્યું જીવતદાન - ધોધમાર વરસાદ

કચ્છ જિલ્લામાં ઓગસ્ટ મહિનામાં 1 ઇંચ જેટલો પણ વરસાદ વરસ્યો ન હતો અને વરસાદ ખેંચાતા ખેડૂતોએ વાવણી કરેલો પાક નિષ્ફળ જવાની શક્યતા વધી હતી. ઓગસ્ટ મહિનાના અંત સુધીમાં માત્ર 32 ટકા જેટલો જ વરસાદ પડ્યો હતો. કચ્છ જિલ્લામાં મોટા ભાગની ખેતી વરસાદ આધારિત છે. આ ઉપરાંત ચાલુ વર્ષે ગત વર્ષની સરખામણીએ વાવેતર પણ ઓછું કરવામાં આવ્યું હતું, પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી જિલ્લાના તમામ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસતાં પાકની પરિસ્થિતિ મહદઅંશે સારી સ્થિતિમાં છે.

કચ્છ જિલ્લામાં 66.13 ટકા વરસાદ નોંધાતા પાકને મળ્યું જીવતદાન
કચ્છ જિલ્લામાં 66.13 ટકા વરસાદ નોંધાતા પાકને મળ્યું જીવતદાન

By

Published : Sep 13, 2021, 6:13 PM IST

  • કચ્છ જિલ્લામાં 66.13 ટકા વરસાદ નોંધાયો
  • વરસાદ નોંધાતા પાકને મળ્યું જીવતદાન
  • ગત 3 વર્ષની સરખામણીએ આ વર્ષે ઓછું વાવેતર

કચ્છ: રાજ્યના સૌથી મોટા જિલ્લા કચ્છમાં હાલ થોડાક દિવસોમાં વરસાદ વરસતાં સિઝનનો કુલ 66.13 ટકા જેટલો વરસાદ નોંધાયો છે. અગાઉ વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતામાં મુકાયા હતા કે વાવણી કરેલો પાક નિષ્ફળ જશે અને સપ્ટેમ્બરમાં પણ જો વરસાદ ન આવતા તો સંપૂર્ણ પાકને નુક્સાન થાય તેમ હતું. પરંતુ 2 સપ્ટેમ્બર થી 12 સપ્ટેમ્બર સુધી જિલ્લાના તમામ તાલુકાઓમાં સારો એવો વરસાદ નોંધાયો હતો જેથી પાકને જીવતદાન મળ્યું છે.

કચ્છ જિલ્લામાં 66.13 ટકા વરસાદ નોંધાતા પાકને મળ્યું જીવતદાન

ચાલુ વર્ષે 5,08,366 હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું

કચ્છ જિલ્લામાં સામન્ય રીતે ખરીફ પાકોનું વાવેતર વધારે થતું હોય છે. ગત વર્ષે સારા વરસાદને લીધે કચ્છમાં મોટા પ્રમાણમાં પાકોનું વાવેતર કરવામાં આવ્યું હતું. કચ્છ જિલ્લામાં 7.53 લાખ હેક્ટર જેટલી જમીન ખેતીલાયક જમીન છે. ગત 3 વર્ષની સરેરાશ વાવેતરની વાત કરવામાં આવે તો 5,24,370 હેક્ટરમાં વાવેતર કરવામાં આવતું હોય છે, પરંતુ ચાલુ વર્ષે વાવેતરમાં ઘટાડો જોવા મળ્યો છે. ચાલુ વર્ષે 5,08,366 હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું છે.

ગત 3 વર્ષની સરેરાશની સરખામણીએ 16,000 હેકટર ઓછું વાવેતર

કચ્છ જિલ્લામાં 9 સપ્ટેમ્બર સુધીમાં 5,08,366 હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું હતું. એટલે કે, ગત 3 વર્ષની સરેરાશની સરખામણીએ ચાલુ વર્ષે 16,000 હેકટર ઓછું વાવેતર થયું છે. જિલ્લામાં છેલ્લા થોડાક દિવસોથી વરસાદ વરસતાં ખેડૂતોએ વાવેલ પાકને જીવતદાન મળ્યું છે. આ ઉપરાંત સારા વરસાદને પગલે વાવેતરમાં આગામી સમયમાં વધારો પણ થઈ શકે છે.

જિલ્લામાં પાકનું હેક્ટરદીઠ વાવેતર
બાજરી 20,920
મગ 55,202
મઠ 6,530
અડદ 2,282
વાલ 317
મગફળી 38,948
તલ 41,171
દિવેલા 1,10,833
શાકભાજી 7855
ગુવાર 60,656
કપાસ 54,636
ઘાસચારો 1,07,106

400 ગામો અને 3600 ખેતરોની મુલાકાત લઈને સર્વે કરવામાં આવ્યો: મદદનીશ ખેતી નિયામક

પ્રથમ વરસાદ જૂન માસમાં નોંધાયા બાદ વરસાદ ખૂબ ઓછા પ્રમાણમાં નોંધાયો હતો, પરંતુ સપ્ટેમ્બર માસના શરૂઆતથી અત્યાર સુધી જિલ્લામાં સારો એવો વરસાદ નોંધાયો છે અને હાલ કુલ 66.13 ટકા જેટલો વરસાદ નોંધાયો છે. અત્યાર સુધીમાં કચ્છ જિલ્લામાં કુલ 5,08,366 હેક્ટરમાં વાવેતર થયું છે. જેમાં મુખ્યત્વે દિવેલા, કપાસ, મગફળી, ઘાસચારો તથા મગ પાકોનો સમાવેશ થાય છે. કચ્છમાં પિયત અને બિનપિયત પાકોનું વાવેતર કરવામાં આવતું હોય છે. પાક પરિસ્થતિની વાત કરીએ તો 31 ઓગસ્ટના કચ્છ જિલ્લાના મુખ્ય જિલ્લા ખેતવાડી અધિકારી, મદદનીશ નિયામક, વિસ્તરણ અધિકારીઓ અને ગ્રામસેવકોએ અત્યાર સુધીમાં 400 ગામો અને 3600 ખેતરોની મુલાકાત લીધી હતી અને સર્વે કરવામાં આવ્યો હતો. વરસાદ પહેલાં અને વરસાદ બાદ અમારા દ્વારા મુલાકાત લેવામાં આવી હતી અને વરસાદ બાદ પાકોની પરિસ્થતિ ખૂબ સારી છે.

ABOUT THE AUTHOR

...view details