કચ્છઃ સમગ્ર વિશ્વમાં જ્યારે કોરોના વાઈરસ નામની મહામારીએ કહેર મચાવ્યો છે. ત્યારે કચ્છ જિલ્લાને આગામી 25મી માર્ચ સુધી lock downની સ્થિતિમાં રાખવામાં આવ્યું છે. આવશ્યક ચીજવસ્તુઓ સિવાય તમામ વેપાર ધંધાને બંધ રાખવાનો સરકારે આદેશ આપ્યો છે.
કોરોના વાઈરસ ઈફેક્ટઃ સમગ્ર કચ્છ lock down, કલમ 144નું કડકાઈથી પાલન કરાવામાં આવશે
કોરોના વાઈરસના ફેલાવાને ધ્યાનમાં રાખીને ભારતભરના શહેરો લોકડાઉન કરાઈ રહ્યા છે. આ અંતર્ગત કચ્છ જિલ્લાને પણ લોકડાઉન કરવામાં આવશે. 23થી 25 ફેબ્રુઆરી સુધી સમગ્ર જિલ્લાને લોકડાઉન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
સોમવાર સવારથી જ સમગ્ર કચ્છમાં lock downની અસર જોવા મળી રહી હતી. જોકે, શાકભાજી સહિતની આવશ્યક ચીજવસ્તુ લેવાના બહાને બહાર નીકળતાં લોકો હજૂ એટલા ગંભીર જણાયા ન હતા. તંત્ર રાઉન્ડ કરીને તમામ લોકોને અપીલ કરતું જોવા મળી રહ્યું હતું. જોકે, તંત્રએ હજૂ કડક કાર્યવાહી આદરી નથી.
ભુજના નિવાસી અધિક કલેક્ટર માનીશ ગુરવાણી જણાવ્યું હતું કે, લોકો જો સૂચનાઓનું પાલન નહીં કરે તો તંત્ર કડકાઈ સથે પાલન કરાવશે. આ કોરોના વાઈરસ નામની મહામારી સામે લડવા સિવાય કોઈ વિકલ્પ નથી. દરેક વ્યક્તિએ અંગત સહયોગ આપવો જોઈએ.