કચ્છ: વૈશ્વિક મહામારી કોરોનાનું સંક્રમણ (Corona In Gujarat) ફરીથી વધી રહ્યું છે અને દિવસેને દિવસે પોઝિટિવ કેસોની સંખ્યા વધી રહી છે. ઉપરાંત કોરોના વાયરસનું નવું વેરિયન્ટ ઓમિક્રોન પણ દેશ (Omicron in India)માં પગપેસારો કરી રહ્યું છે. કચ્છ જિલ્લામાં કોરોના સંક્રમણ (Corona In Kutch)ની વાત કરવામાં આવે તો આજે કચ્છમાં 77 પોઝિટિવ કેસો (Corona cases in kutch) નોંધાયા છે.
20 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા
જિલ્લામાં પોઝિટિવ કેસોની સંખ્યા વધીને 175 થઈ છે. તો 20 દર્દીઓ સ્વસ્થ થતા તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. નવા વેરિયન્ટ ઓમિક્રોનના જિલ્લામાં 03 કેસો છે. જો કે આજે કોઈ નવો ઓમિક્રોનનો કેસ નોંધાયો ન હતો. કચ્છ જિલ્લામાંઅત્યાર સુધી કોરોનાનાં 13,000 પોઝિટિવ કેસો (Omicron cases in kutch) નોંધાયા છે. જિલ્લામાં આ મહામારીમાં સરકારી ચોપડા મુજબ 282 લોકોએ પોતાનો જીવ ખોયો છે. કચ્છ જિલ્લામાં 175 એક્ટિવ પોઝિટિવ કેસો (Active cases of corona in Kutch) છે. આજ સુધી સાજા થઈ ૨જા આપવામાં આવી હોય તેવા કેસો 12,713 છે. આજ સુધી ઓમિક્રોનના 04 કેસો નોંધાયા છે.
50 કેસો અર્બન વિસ્તારમાં તથા 27 કેસો ગ્રામ્ય વિસ્તારમાં
આજે કચ્છ જિલ્લામાં નોંધાયેલા 77 કેસો પૈકી 50 કેસ અર્બન વિસ્તારમાં નોંધાયા છે, જ્યારે 27 કેસો ગ્રામ્ય વિસ્તારોમાં નોંધાયા છે. ભુજ (Corona cases in Bhuj) અને ગાંધીધામ (Corona cases in Gandhidham) તાલુકામાં સૌથી વધારે 29-29 કેસો નોંધાયા છે. માંડવી તાલુકામાં 8 કેસ, અંજાર તાલુકામાં 4 કેસ, મુન્દ્રા તાલુકામાં 3 કેસ, નખત્રાણા તાલુકામાં 2 કેસ, જ્યારે ભચાઉ અને લખપત તાલુકામાં 1-1 કેસ નોંધાયા છે. આજે કચ્છ જિલ્લામાં કુલ 20 દર્દીઓને સ્વસ્થ થતા ઘરે પરત મોકલવામાં આવ્યા છે, જેમાંથી 11 દર્દીઓ ગાંધીધામ તાલુકાના છે જ્યારે 9 દર્દીઓ ભુજ તાલુકાના છે.