ગુજરાત

gujarat

ETV Bharat / state

અબડાસા પેટા ચૂંટણીઃ ભાજપના સ્ટાર પ્રચારક વિનોદ ચાવડાએ મતદાન કર્યું - સાંસદ વિનોદ ચાવડા

કચ્છના અબડાસા વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપના યુવા સ્ટાર પ્રચારક અને સાંસદ વિનોદ ચાવડાએ આજે પોતાના માદરે વતન નખત્રાણા તાલુકાના સુખપર રોહા ગામે મતદાન કર્યું હતું.

election
અબડાસા પેટા ચૂંટણી ભાજપના સ્ટાર પ્રચારક વિનોદ ચાવડા સાથે ખાસ વાતચીત

By

Published : Nov 3, 2020, 2:54 PM IST

  • વિધાનસભાની 8 બેઠક પર પેટા ચૂંટણી
  • સાંસદ વિનોદ ચાવડાએ મતદાન કર્યું

કચ્છ :કચ્છના અબડાસા વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપના યુવા સ્ટાર પ્રચારક અને સાંસદ વિનોદ ચાવડાએ આજે પોતાના માદરે વતન નખત્રાણા તાલુકાના સુખપર રોહા ગામે મતદાન કર્યું હતું.

અબડાસા પેટા ચૂંટણી ભાજપના સ્ટાર પ્રચારક વિનોદ ચાવડા સાથે ખાસ વાતચીત

વિનોદ ચાવડાએ ભાજપની જીત નિશ્ચિત હોવાનું જણાવ્યું

સાંસદ વિનોદ ચાવડાએ ઈટીવી ભારત સાથે ખાસ વાતચીત કરતા જણાવ્યું કે, ભાજપની જીત નિશ્ચિત છે. કોરોના મહામારી વખતે ચૂંટણી પંચ દ્વારા ચોક્કસ ગાઇડલાઇન્સ અને નિયમોના પાલન માટે સાવચેતી અને સુરક્ષાને ધ્યાને રાખી મતદારો પણ ઉત્સાહભેર મતદાન કરી રહ્યા છે. વધુમાં વિનોદ ચાવડાએ કહ્યું હતું કે, અબડાસા વિધાનસભાના ત્રણ તાલુકામાં વધુ પડતા મતદારો ગ્રામ્યપંથકના છે. જે રીતે ધાર્મિક અને રાષ્ટ્રીય તહેવારો ઉત્સવો ઉજવાય છે. તે જ રીતે લોકશાહીના પર્વમાં પણ લોકો ઉત્સાહભેર જોડાયા છે. ત્યારે આગામી 10 નવેમ્બરે પરિણામ સ્પષ્ટ થશે. ત્યારે એ પણ સ્પષ્ટ થઇ જશે કે, મતદારોએ પણ ભાજપની વિકાસની ગતિને સમર્થન આપ્યું છે.

ABOUT THE AUTHOR

...view details