કચ્છમાં નર્મદા પાણીના મુદે વિવાદ વધતા છેડાએ દોષનો ટોપલો તંત્ર પર મૂક્યો, જાણો શું છે નવું નિવેદન... - કચ્છ નર્મદા પાણીના મુદ્દે વિવાદ
કચ્છમાં નર્મદાના સિંચાઈના પાણીના મુદ્દે રાજય સરકારની ઈચ્છાશકિતનો મુદ્દો છેડનાર પૂર્વ રાજ્યપ્રધાન તારાચંદ છેડા બેકફૂટ પર આવી ગયા છે અને તેનું એક સતાવાર નિવેદન તેમણે અખબારી યાદી રૂપે આપ્યું છે. પક્ષના બંધનમાં કોઈ ન બોલે પણ હું મારી નૈતિકતા સમજીને બોલી રહ્યો છું. તેવું કહેનારા છેડાએ યાદીમાં જણાવ્યું છે કે, મુખ્યપ્રધાનની સૂચના પછી પણ નકારાત્મક વિચારધારા ધરાવતા અધિકારીઓની વિચારધારાને કારણે આ કામ અટક્યું છે. આ વિવાદ શરૂ થયા પછી હવે જયારે સ્થિતી વધુ વણશી રહી છે. ત્યારે આ નિવેદન સૂચન માની શકાય તેમ રાજકીય વિશ્લેષકો જણાવી રહ્યા છે.
કચ્છ નર્મદા પાણીના મુદ્દે વિવાદ
કચ્છ: પૂર્વ રાજયપ્રધાન તારાચંદ છેડાએ એક યાદીમાં જણાવ્યું હતું કે, કચ્છના તંત્રના અધિકારીઓની નકારાત્મ વિચારધારા આ વિકાસને અને જરૂરિયાતને આડે આવી રહી છે. તેમાં પણ કોંગ્રેસ હરખાઈ જાય અને ટેકો આપે તે દુ:ખદ રાજકરણ છે. કોંગ્રેસ સતામાં હતી ત્યારે આ કામ થયું જ નહી. કેશુભાઈ પટેલ, નરેન્દ્ર મોદીની સરકારમાં આ કામ થયું હવે બાકીનું કામ પણ થશે તેવો વિશ્વાસ છે. પણ કોંગ્રેસ હરખાય છે પણ અગાઉ તેમણે આ વિશે રજૂઆત કરી હોય તેવું ધ્યાને નથી.
આ દરમિયાન રાજકીય વિશ્લેષકો આ નિવેદનને અલગ જ રીતે જોઈ રહ્યા છે. છેડાના વડાપ્રધાનને લખાયેલા પત્રથી સીધુ નિશાન રાજ્ય સરકારની ઈચ્છાશકિત પર તાંકવામાં આવ્યું હતું. હવે વધુ એક યાદીમાં છેડા દોષનો ટોપલો તંત્ર પર ઢોળી રહ્યા છે. ત્યારે તેઓ બેકફૂટ પર આવ્યા હોય તેવું જોવા મળી રહ્યું છે. કારણ કે, છેડાના પત્ર વિવાદ સાથે અન્ય સહમત નથી અને આંતરિક નારાજગી ઉગ્ર બની છે.Last Updated : Jun 2, 2020, 8:23 PM IST