કચ્છ: ઐતિહાસિક વારસો ધરાવતા સરહદી જિલ્લામાં પ્રવાસન સ્થળ તરીકે વધુ એક(Kutch chavda rakhal) સ્થળનો ઉમેરો થયો છે. કચ્છનારાજ પરિવાર દ્વારા ચાડવા રખાલમાં રૂપિયા 7 કરોડના ખર્ચે પ્રવસાનધામ સમાન 51 શક્તિપીઠ સાથેનું મોમાય માતાજીનું મંદિર નિર્માણ (Construction of Momay Mataji temple )પામ્યું છે. જેની પ્રાણ પ્રતિષ્ઠા ધાર્મિક વિધિ વિધાન સાથે યોજાઈ હતી. અહીંના રાજા સ્વર્ગસ્થ પ્રાગમલજી ત્રીજાએ માતાજીના મંદિર નિર્માણનો સંકલ્પ લીધો હતો અને વર્ષ 2017માં તેનું બાંધકામ શરૂ કરાવ્યું હતું. જે સાડા ચાર વર્ષના સમયગાળામાં મહારાણી પ્રીતિદેવીબાના માર્ગદર્શન હેઠળ પરિપૂર્ણ થયું છે.
51 શક્તિપીઠના દર્શન લોકો કરી શકશે -કચ્છના અંતિમ રાજ મહારાવ પ્રાગમલજી ત્રીજાની ઈચ્છા હતી કે ભુજ તાલુકાના સામત્રા ગામ નજીક આવેલા ચાડવા રખાલમાં મહામાયા માતાજીનું એક ભવ્ય મંદિર બનાવવામાં આવે તેમની આ ઇચ્છા અનુસાર તેમણે જાતે જ મંદિરની ડિઝાઈન બનાવી તેનું કામ શરૂ કરાવ્યું હતું. તેમના દેહાંત બાદ તેમના પત્ની દ્વારા આ મંદિર બંધાવી તેમની ઈચ્છા પૂરી કરવામાંઆવી રહી છે. તો સાથે જ આ મંદિરના પ્રાંગણમાં 51 શક્તિપીઠના દર્શન(51 Shakti Peeths at Chadwa Rakhal) પણ લોકો કરી શકશે.
આ પણ વાંચોઃવડોદરાના ગાયકવાડ રાજવી પરિવાર દ્વારા શસ્ત્રોકત વિધિથી શસ્ત્ર પૂજન કરાયું
12000 એકરમાં ફેલાયેલા ચાડવા રખાળ જંગલમાં મંદિરનું નિર્માણ -ભુજથી 25 કિલોમીટર દૂર આવેલા અને 12,000 એકરમાં ફેલાયેલા ચાડવા રખાળ જંગલમાં આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. મંદિરમાં મોમાઇ માતાજી, ત્રિપુરા સુંદરી માતાજી, હિંગળાજ માતાજી, કાલિકા માતાજી, રુદ્રાણી માતાજીની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે. મંદિરના દર્શને આવનાર ભાવિકો માટે રહેવા અને જમવાની વ્યવસ્થા પણ ઉપલબ્ધ રહેશે. તો આગામી સમયમાં આ ધાર્મિક સ્થળને પ્રવાસન ધામ તરીકે વિકસાવવા ઉધાન સહિતના આયામો નિર્માણ કરાશે.
આ મંદિરને ફરતે 51 શક્તિપીઠના દર્શન -અંદાજે રૂપિયા 7 કરોડના ખર્ચે બનેલા આ મંદિરને ફરતે 51 નાના મંદિરોમાં 51 શક્તિપીઠના દર્શન થશે.આજના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં મુખ્ય આચાર્યપદે કાશીના આચાર્ય નવલશંકર કરુણાશંકર રાજગોર ઉપસ્થિત રહ્યા હતા. કચ્છના રાજવી પરિવાર દ્વારા નિર્માણાધિન આ મંદિરના પ્રાણપ્રતિષ્ઠામાં ગુજરાતના વિવિધ રાજવી પરિવારો સહિત ત્રિપુરા, ગોંડલ અને જયપુરના રાજવી પરિવારો પણ ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચોઃનોરતાની પરંપરાઃલુણાવાડામાં રાજવી પરિવારે વાવ્યા જવારા
મંદિરના નીચેના ભાગે એક ધ્યાન કેન્દ્ર પણ બનાવાયું -ઉલ્લેખનીય છે કે પાંચ દેવી અને 51 શક્તિપીઠ સહિત અર્ધનારીશ્વરનું મંદિર પણ અહીં બનાવવામાં આવ્યું છે. તો સાથે જ મંદિરના નીચેના ભાગે એક ધ્યાન કેન્દ્ર પણ બનાવાયું છે. કચ્છના રાજાશાહી ઇતિહાસમાં અનેક મંદિરો કચ્છના મહારાણીઓ દ્વારા બંધાવવામાં આવ્યા છે. કચ્છના ભુજ શહેરને પોતાનું નિવાસ અને વહીવટ સ્થાન બનાવનાર રાજપરિવારોના અનેક ઐતિહાસિક સ્મારકો આજે પણ અહીં હાજર છે. કચ્છભરમાં મહેલો બાંધનાર અહીંના રાજવીઓ ઉપરાંત અહીંના મહારાણીઓ દ્વારા અનેક મંદિરો પણ બંધાવવામાં આવ્યા છે.