કચ્છમાં પાણી માટે તેમજ ઘાસની સ્થિતિની સમીક્ષા કરવા માટે મુખ્ય પ્રધાન વિજય રૂપાણી આજે મુલાકાતે લેશે. મુખ્ય પ્રધાન ગુરૂવારે કચ્છની મુલાકાતે આવનાર હતા, પરંતુ કાર્યક્રમમાં ફેરફાર થતાં તેઓ આજે કચ્છની મુલાકાત લેશે. મુખ્ય પ્રધાન પહેલા નારાયણ સરોવર જશે અને ત્યાંથી ધોરડોની મુલાકાત લેશે. બપોર બાદ રૂપાણી ભુજમાં બેઠક યોજીને પાણી અને ધાસચારની કામગીરીનું મુલ્યાકંન કરશે.
પાણીની તંગી વચ્ચે વિજય રૂપાણી કચ્છની મુલાકાતે - rakesh kotwal
કચ્છ: છેલ્લા ત્રણ વર્ષથી દુષ્કાળ અને અછતની સ્થિતિ વચ્ચે આકરા ઉનાળામાં પરિસ્થિતિ વધુ સંગીન બની છે. મુખ્યપ્રધાન આજે કચ્છની મુલાકાત લેશે. કચ્છમાં નારાયણ સરોવર અને બન્ની પચ્છમના ગામડાઓની મુલાકાત લઈને વિજય રૂપાણી ભુજમાં તંત્ર સાથે બેઠક યોજી શકે છે.
ફાઈલ ફોટો
કચ્છના કલેક્ટર રેમ્યા મોહન તરફથી તમામ અધિકારીઓને આપી દેવામાં આવી છે. મુખ્યપ્રધાન રૂપાણી નારાયણ સરોવર પાંજરાપોળ, કેટલા કેમ્પ તેમજ આર.ઓ. પ્લાન્ટની મુલાકાત લેશે ઉપરાંત બન્નીના ધોરડો ગોરેવાલી ગામમાં ઘાસડેપોની મુલાકાત લેશે
Last Updated : May 10, 2019, 12:55 PM IST