CM રૂપાણીએ ભુજમાં કે.કે.પટેલ સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલનું ખાતમુર્હત કર્યું - વિજય રૂપાણી
કચ્છ: ભુજ ખાતે શ્રી કચ્છી લેવા પટેલ એજ્યુકેશન એન્ડ મેડિકલ ટ્રસ્ટ સંચાલિત રૂપિયા 125 કરોડ ઉપરાંતના ખર્ચે નિર્માણ થનારી શ્રી કે. કે.પટેલ સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલના કાર્યક્રમનું ખાતમુર્હત કરતા મુખ્ય પ્રધાન વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું કે, છેવાડાના ગરીબ માનવીને આરોગ્યની સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે સરકારે નવી હેલ્થ પોલિસી બનાવી છે. જેમાં જે કોઈ સંસ્થા સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ શરૂ કરે તેમાં 25 ટકા સબસીડી રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવશે. ઉપરાંત હોસ્પિટલની વ્યવસ્થા અને વ્યવસ્થિત ચલાવવા માટે પણ આર્થિક સહયોગ પ્રદાન કરાશે.
રૂપાણીએ જણાવ્યું કે, અગાઉ મેડિકલ કોલેજમાં ફક્ત 900 હતી. આજે 5,500 સીટનું નિર્માણ કરીને ડોક્ટરની ખાધ પૂર્ણ કરવા સરકારના પ્રયત્નો ચાલુ છે. સરકાર જે રીતે દર્દીઓને મા અમૃતમ યોજના થકી મફત સારવાર આપી રહી છે તેવી રીતે આ સંસ્થા પણ આ દિશામાં વિચારે.
કચ્છમાં ભૂકંપ, વાવાઝોડું, દુષ્કાળ જેવી અનેક આફતોમાં પણ કચ્છનું ખમીર લાગ્યો નહીં કચ્છી પટેલ સમાજ દિલદાર ભોળા મહેનતુ અને સ્વબડે આગળ આવ્યા છે. વતનનો પોકાર સાંભળીને આરોગ્ય ક્ષેત્રે જે સુવિધા ઉભી કરવા જઈ રહ્યા છે. તે આવકારદાયક પગલું છે સરકારે કરવાનું કામ કોઈ સંસ્થા કરે છે. તેમાં રાજ્ય સરકાર ચોક્કસ સહાયરૂપ થશે હોસ્પિટલમાં નિર્માણમાં દાતાઓ અને અન્ય રીતે મદદરૂપ થનાર સોને તેમને અભિનંદન પાઠવ્યા હતા.
નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ કચ્છી અને બિનનિવાસી કરછીઓ દ્વારા સાહસિક વૃત્તિ થી રોજગાર ધંધા અને ઉદ્યોગોના વિકાસમાં પોતાનું યોગદાન આપી ગુજરાતના પ્રગતિશીલ જિલ્લા તરીકે કચ્છને પણ સ્તન અપાયું હોવાનું જણાવ્યું હતું. અંધારીયા તરીકે ઓળખાતા આફ્રિકા ખંડમાં પરસેવો પાડીને કચ્છ જિલ્લાની આગવી ઓળખ ઉભી કરી છે. કચ્છીમાડુ પોતાના સાહસ અને ખમીર થી ગુજરાતનો શિરમોર જિલ્લો બનાવ્યો છે. દાતાઓ અને શ્રેષ્ઠીઓના સહયોગથી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલના નિર્માણની સાથે કચ્છ જિલ્લામાં આરોગ્યની સેવાઓ વધુ સુગમ બનશે. તેઓ તેમને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આ હોસ્પિટલના નિર્માણથી કચ્છમાં આરોગ્ય સેવાઓ ઘર આંગણે પ્રાપ્ત થશે હોસ્પિટલ ફક્ત પટેલ સમાજ માટે જ નહીં પરંતુ તમામ 21 લાખ કચ્છીઓને પણ આરોગ્ય સેવા પ્રાપ્ત થશે તેમ પણ વધુમાં તેમણે જણાવ્યું હતું.
TAGGED:
kutch cn bhuj patel hospital