કચ્છઃ ગુજરાતના મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલને હેલીકોપ્ટર ખોટકાતા આયોજિત કાર્યક્રમોમાં સડકમાર્ગે પ્રવાસ કરવો પડ્યો હતો. અંદાજિત 300 કિમી સુધીનો પ્રવાસ મુખ્ય પ્રધાને સડક માર્ગે કરવો પડ્યો છે. મુખ્ય પ્રધાને ગઈકાલે કચ્છના ભુજ ખાતે આઈકોનિક બસ પોર્ટનું લોકાપર્ણ કર્યુ હતું. ત્યારબાદ કચ્છના સફેદ રણ ખાતે લાઈટ એન્ડ સાઉન્ડ શોનું પણ ઉદ્દઘાટન કર્યુ હતું. જો કે ભુજથી કચ્છના સફેદ રણ ખાતે જતી વખતે હેલીકોપ્ટર ખોટકાયું હતું. તેથી તેઓ સડકમાર્ગે જવા રવાના થયા હતા.
CM Bhupendra Patel: મુખ્ય પ્રધાનના હેલીકોપ્ટરમાં ખામી સર્જાતા 300 કિમી સુધીનો પ્રવાસ સડક માર્ગે કરવો પડ્યો - 300 કિમી સડકમાર્ગે પ્રવાસ
મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલ કચ્છના પ્રવાસે છે. કચ્છ જિલ્લામાં વિકાસકાર્યોના લોકાર્પણ પ્રસંગે મુખ્ય પ્રધાનનું હેલીકોપ્ટર ખોટકાયું હતું. તેથી મુખ્ય પ્રધાને 300 કિલોમીટરનો પ્રવાસ સડક માર્ગે કરવો પડ્યો હતો. વાંચો સમગ્ર સમાચાર વિસ્તારપૂર્વક. CM Bhupendra Patel Helicopter out of Order GUJSAIL
Published : Dec 27, 2023, 5:39 PM IST
બીજા દિવસે પણ કરવો પડ્યો સડક માર્ગે પ્રવાસઃ કચ્છ પ્રવાસના બીજા દિવસના કાર્યક્રમમાં મુખ્ય પ્રધાનને ભુજથી ખાવડા જવાનું હતું. જ્યાં તેઓ અદાણીના સૌથી મોટા રીન્યૂએબલ એનર્જી પાર્કની કામગીરીનું નિરીક્ષણ કરવાના હતા. જો કે આ કાર્યક્રમના પ્રવાસ વખતે હેલીકોપ્ટર ખોટકાઈ જતા મુખ્ય પ્રધાને સડક માર્ગે પ્રવાસ કરવો પડ્યો હતો.
1 મહિનામાં 2જીવાર હેલીકોપ્ટર ખોટકાયુંઃ સૂત્રો અનુસાર GujSail કંપનીની ગંભીર બેદરકારીને લીધે એક જ મહિનામાં બે વાર આ સમસ્યા સર્જાઈ હતી. બંને વાર હેલીકોપ્ટર ખોટકાતા મુખ્ય પ્રધાને સડકમાર્ગે પ્રવાસ કરવો પડ્યો હતો. જો કે આ વખતે મુંબઈથી તાત્કાલિક બીજા હેલીકોપ્ટરની વ્યવસ્થાની તજવીજ હાથ ધરાઈ હતી, પણ ખરાબ હવામાનને કારણે આ શક્ય બન્યું નહતું. કુલ 266 કરોડના વિકાસકાર્યોના લોકાર્પણ કાર્યક્રમમાં જ મુખ્ય પ્રધાનના હેલીકોપ્ટર ખોટકાવાની ઘટના ટોક ઓફ ધી ટાઉન બની હતી. સડક માર્ગે અચાનક મુખ્ય પ્રધાનના પ્રવાસનું આયોજન થતા સ્થાનિક તંત્ર અને પોલીસ વિભાગે દોડાદોડી કરવાનો વારો આવ્યો હતો.