ભૂજમાં ફાયર વિભાગ દ્રારા ટ્યુશન ક્લાસ પર ચેકીંગ હાથ ધરાયું
ભૂજઃ સુરતમાં ખાનગી ટ્યુશન ક્લાસીસમાં આગની ઘટનાએ સમગ્ર ગુજરાતને હચમચાવી નાખ્યું છે. ફાયર સેફ્ટીના સાધનો વગર સર્જાયેલી આ દુર્ધટના પછી સરકારે ગુજરાતભરમાં ટ્યુશન ક્લાસીસ પર તપાસ શરૂ કરી છે. ત્યારે ભૂજમાં ફાયર સેફ્ટીના સાધનો વગર ધમધમતા ટ્યુશન ક્લાસીસ પર તવાઇ બોલાવાઇ હતી.
ફાયર વિભાગ દ્રારા ટ્યુશન ક્લાસ પર ચેકીંગ હાથ ધરવામાં આવી
સુરતમાં બનેલી ગોઝારી ધટના પછી રાજ્ય ભરમાં ચાલતા ખાનગી ટ્યુશન ક્લાસીસો પર ફાયર વિભાગે તવાઇ બોલાવી છે. ભૂજની નસરાઇઝ બિલ્ડીંગ સહિત ભૂજમાં 6 જેટલા ટ્યુશન ક્લાસીસો પર ફાયરી વિભાગ અને પાલિકાએ સંયુક્ત ચેકીંગ હાથ ધર્યુ હતું. જેમાં તમામ સ્થળોએ ફાયર સેફ્ટીના સાધનોનો અભાવ જોવા મળ્યો હતો. આથી ફાયર વિભાગે નોટીસ સાથે ટ્યુશન ક્લીસીસ બંધ કરાવ્યા હતા. રાજ્ય સરકારના નવા પરિપત્ર પહેલા એક પણ ટ્યુશન ક્લાસીસ ચાલુ ના કરવાની ફાયર વિભાગે સુચના આપી હતી.